Abtak Media Google News

પીજીવીસીએલ દ્વારા ફોલ્ટ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈપણ વીજ વિક્ષેપ ન પડે તે માટે અને લાઈટ જતી રહે તે માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેનો સંપર્ક કરવાથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક કામગીરી કરી મુશ્કેલી દુર કરવામાં આવશે.

આ અંગે પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર પાસેથી મળતી વિગત અનુસાર ચોમાસા દરમિયાન ઠેર – ઠેર વીજ વિક્ષેપ આવતા હોય છે. ઘણા વિસ્તારમાં લાઈટ જતી રહેતી હોય, ઘણીવાર વધારે પવનના કારણે કોઈ તાર, વાયર તૂટી ગયા હોય, વાવાઝોડા જેવી સ્થિતીમાં કોઈ ફીડરમાં સ્પાર્ક થતા જે – તે વિસ્તારમાં ચોમાસા દરમિયાન વિવિધ પ્રકારની લોકોને મુશ્કેલી પડતી હોય છે. જયારે વીજ વીજપુરવઠો બંધ થાય ત્યારે પીજીવીસીએલના લાઈન સ્ટાફ વીજપુરવઠો પૂર્વવત કરવા માટે કાર્યરત હોય છે તો જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે વીજપુરવઠો બંધ થયા બાદ થોડો સમય રાહ જોયા પછી કોલ સેન્ટરનો સંપર્ક કરવો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ આ બાબતે સતત કાર્યરત લાઈન સ્ટાફના સંપર્કમાં જ હોય છે.સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓના ફોલ્ટ સેન્ટરના નંબરની યાદી જાહેર કરાઈ છે. જેમાં પીજીવીસીએલમાં કમ્પ્લેઇન માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર 19122 જાહેર કરાયા છે.

જે અંતર્ગત પેટા વિભાગીય કચેરી સુરેન્દ્રનગર શહેર પેટા વિભાગીય કચેરી-1 ના ફોલ્ટ સેન્ટર લેન્ડલાઇન નંબર 02752-220450 અને ફોલ્ટ સેન્ટર મોબાઈલ નંબર 6359638501, સુરેન્દ્રનગર શહેર પેટા વિભાગીય કચેરી-2ના ફોલ્ટ સેન્ટર લેન્ડલાઇન નંબર 02752-226250 અને ફોલ્ટ સેન્ટર મો. નંબર 63596 38515  સુરેન્દ્રનગર ગ્રામ્ય  02752-235806 અને ફોલ્ટ સેન્ટર મોબાઈલ નંબર 6359638520, જોરાવરનગર  02752-220091 અને મોબાઈલ નંબર 63596  38527, વઢવાણ 02752-243960 અને  મોબાઈલ નંબર 6359638534, લખતર  02759-273266 અને મોબાઈલ નંબર 63596 38541,મુળી  02756-233338 અને  મોબાઈલ નંબર 635963 8542, થાનગઢ  02751-220431 અને  મોબાઈલ નંબર 635963 8543, ચોટીલા  02751-280351 અને  મોબાઈલ નંબર 9825800728 ચોટીલા-ર  02751-299351 અને  મોબાઈલ નંબર 635742 2760, લીંબડી 02753-260224 અને મોબાઈલ નંબર 6359638589, લીંબડી ગ્રામ્ય   02753-260093 અને  મોબાઈલ નંબર 635963 8592 ચુડા  02753-233449 અને  મોબાઈલ નંબર 6359638598 પાણશીણા  મોબાઈલ નંબર 635742 8993, સાયલા  02755-280477 અને મોબાઈલ નંબર 6359638418, ધ્રાંગધ્રા 02754-282867 અને  મોબાઈલ નંબર 635963 8424 ધ્રાંગધ્રા  02754-282873 અને  મોબાઈલ નંબર 6359638457 પાટડી  02757-227050 અને  મોબાઈલ નંબર 635963 8461 દસાડા  02757-280444 અને  મોબાઈલ નંબર 6359638482 રાજસીતાપુર  મોબાઈલ નંબર 635963 8505 બાવળી  02754-281867 અને  635963 8517 જાહેર કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.