Abtak Media Google News

બિપરજોય વાવાઝોડાના પગલે 

બે દિવસમાં તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા

બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. લોકોના જાન-માલની સલામતી માટે તંત્રના અધિકારીઓ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને દરીયાના કાંઠા વિસ્તારના ગામોમાં જાન-માલની ખુંવારી ન થાય તે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પોલીસતંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી લોકોને સતત સમજૂતી સાથે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યી છે. જેના પગલે અનેક લોકો સ્વચ્છાએ પોતાના મૂળ વતન પહોંચ્યા છે જયારે બાકીના લોકોને તંત્ર દ્વારા શેલ્ટરહોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Advertisement

આજરોજ અંજાર, ભચાઉ અને ગાંધીધામ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને બસ મારફતે મૂળ વતન મોકલવાની તથા અન્યોને શેલ્ટરહોમ ખસેડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી.આ અંગે ગાંધીધામ મામલતદારશ્રીએ ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખારી રોહર, મીઠી રોહર, નાની ચીરઇ, તૂણા, વંડી, ભારાપર, કીડાણા, કંડલાપોર્ટ વિસ્તારમાં રહેતા માછીમારો,અગરીયા સહિતના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં જે લોકોના પોતાના પાકા મકાન છે તેવા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવી રહ્યા છે.

અંદાજીત 1000 લોકોને બસ દ્વારા મૂળ નિવાસ્થાને મોકલવામાં આવશે. જયારે અંદાજે 2000 લોકો સમજાવટ તથા માઇક દ્વારા કરાયેલા એનાઉન્સમેન્ટ થકી સ્વેચ્છાએ જ પોતાના વતન ચાલ્યા ગયા છે. જયારે બાકીના આશરે પાંચ હજાર લોકોને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે. સામાજિક સંસ્થાઓને સાથે રાખીને શેલ્ટર હોમમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત નાના બાળકો માટે મિલ્ક પાઉડર તથા અન્ય જરૂરી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે જાન-માલનું કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરાઇ રહી છે.

જખોબંદરે આરોગ્યમંત્રી રૂષીકેશ પટેલે લીધી રૂબરૂ મુલાકાતScreenshot 11 10

હાલમાં અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય થયું છે.  આ વાવાઝોડું કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદરના વિસ્તારમાં લેન્ડફોલ કરીને તારાજી સર્જી શકે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માછીમારો સહિત આજુબાજુના સંવેદનશીલ વિસ્તારમાં રહેતા નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.   જિલ્લા કલેક્ટર ની કચેરી ખાતે પદાધિકારી ઓ અને અધિકારી ઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજીને આરોગ્યમંત્રી  ઋષિકેશભાઈ પટેલ તેમજ પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર જખૌ બંદરની મુલાકાત લીધી હતી.

સાસંદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય  પદ્યુમનસિંહ જાડેજા તેમજ  કેશુભાઈ પટેલ અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં જખૌ બંદરની મુલાકાત લઈને સંભવિત વાવાઝોડાના ખતરા સામેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રાંત અધિકારીશ્રી દેવાંગ રાઠોડ સહિતના અધિકારી ઓને મંત્રી એ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

કચ્છમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાતScreenshot 12 4

બિપરજોય વાવાઝોડાની શકયતા  બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. ગાંધીધામ ખાતે 19 કર્મચારીનું બળ ધરાવતી તથા માંડવીમાં 13 કર્મચારી બળ ધરાવતી એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં 19 કર્મચારીનું સ્ટ્રેન્થ તથા ભુજમાં 21 કર્મચારીના બળ સાથેની એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. સતત  પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. એસડીઆરએફના સબ ઇન્સ્પેકટરશ્રી ડી.કે.પટેલના જણાવ્યા મુજબ દરેક મોરચે કામગીરી કરવા ટીમ તૈનાત છે. બોટ લાઇફ જેકેટ, ઓવીએમ વગેરે જેવા સાધનો છે. કોમ્યુનિકેશન ઠપ્પ થઇ જાય તો સંચાર વ્યવસ્થા જાળવવા માટેની ચઉઅ સિસ્ટમ પણ છે. આ સાથે કોઇપણ વ્યકિત ફસાય તો રાહત અને બચાવકાર્ય માટે પૂરતા સંસાધનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.