Abtak Media Google News

લીમડી-સુરેન્દ્રનગર પાલિકાની એક બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય

સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા તથા લીમડી નગરપાલિકાની પેટા ચૂંટણી તારીખ 3 ઓક્ટોબરના રોજ યોજવામાં આવી હતી ત્યારે આજે તેનું પરિણામ વહેલી સવારે જાહેર થઇ ચૂકયું છે બન્ને નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે એ છે કે સુરેન્દ્રનગર દુધરેજ  સંયુક્ત નગરપાલિકા ની વોર્ડ નંબર છ માં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી બીજી તરફ લીમડી નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

ત્યારે આ પેટા ચૂંટણી યોજાવા નું કારણ એ હતું કે સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા ના વોર્ડ નંબર છના કોર્પોરેટર હિતેશભાઈ બજરંગ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું અને તે પોતે આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા જેને કારણે વોર્ડ નંબર છ ની એક બેઠક ખાલી પડી હતી બીજી તરફ લીંબડીમાં કરોડોના ના પગલે કોર્પોરેટરનું મોત નીપજયું હતું તે વોડ નંબર પાંચના કોર્પોરેટર હોવાનું જાણવા મળી રહ્યું છે તેને કારણે બન્ને નગરપાલિકામાં એક બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

ત્યારે બંને નગરપાલિકાની પેટા ચૂંટણીનું 3 ઓક્ટોબરના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું જોકે મતદાન ખૂબ નીચું રહેવા પામ્યું હતું ત્યારે વાત કરવામાં આવે તો વઢવાણ નગરપાલિકા માં ફક્ત 29 ટકા જેટલું અને લીમડી નગરપાલિકા 42 ટકા જેટલું મતદાન થયું હતું મતદારોનો મિજાજ નીચો જોવા મળ્યો હતો પરંતુ આજે મતદાન થયું છે તે ભાજપ તરફી થયું હોવાનો આજે પરિણામ બાદ ખુલાસો થયો છે.ત્યારે બંને નગર પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે લીમડી નગરપાલિકાની વોર્ડ નંબર 5 ની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકર્તાઓ માં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

ભાજપના ઉમેદવાર દર્શનભાઈ ખાંદલા નો ભવ્ય વિજય થયો છે.ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાની બંને નગર પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિતના ઉમેદવારોની કારમી હારનો સામનો કરવો પડ્યો છે.બીજી તરફ વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા માં વોર્ડ નંબર છ ની પેટા ચૂંટણીના ઉમેદવાર ભાજપના પરેશભાઈ કડીવાર નો પણ ભવ્ય વિજય થયો છે.

વહેલી સવારે વઢવાણ મામલતદાર ખાતે મતગણતરી યોજવામાં આવી હતી પ્રાંત અધિકારી અનિલકુમાર ગૌસ્વામી ની ઉપસ્થિતિમાં મતદારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજિત 1500 થીવધુ મતે ભાજપના ઉમેદવાર નો ભવ્ય વિજય થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બંને નગર પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં સમગ્ર ટીમને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા દ્વારા બિરદાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.