Abtak Media Google News

હાલ પુર જોશ માં ઈલેકટ્રીક ના ઉપકરણો નાખવા નું કામ શરૂ….

સુરેન્દ્રનગર જિલ્લા ના રેઇલવે વિભાગ દવારા છેલ્લા અનેક સમય થી પ્રજા ની સુખાકારી અને સેવાઓ માં વધારો થાય તેવા પ્રથમીક કાર્યો હાથ ધરવા માં આવીયા છે.જિલ્લા ના અનેક રેઇલવે પ્લેટફોર્મ નીચા હતા તેને ઉંચા લેવા , રેઇલવે સ્ટેશન પર બીજા માળે જાવા લિફ્ટ ની સગવડ ઠંડા પાણી ના નવા કુલર તેમજ મુસાફરો ની સગવડતા માં સુરેન્દ્રનગર રેઇલવે વિભાગ દવારા વધારો કરવા માં આવીયો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં અત્યાર સુધી ઈલેકટ્રીક લાઇન નો અભાવ હતો .ત્યારે કેન્દ્ર સરકાર ના અને રાજ્ય સરકાર ના અર્થાત પ્રયત્ન થી સુરેન્દ્રનગર જિલ્લા માં પણ ઈલેકટ્રીક લાઇન નું કામ શરૂ કરવા માં આવ્યુ છે.ત્યારે આ કામ હાલ અનેક રેઇલવે કર્મચારીઓ દવારા પુર જોશ માં કરવા માં આવી રહ્યું છે.

ત્યારે જિલ્લા ને થોડા જ સમય માં રેલવે તંત્ર દવારા ઈલેકટ્રીક લાઇન મળશે અને ગાડીઓ ની ચાલવા ની ઝડપ માં પણ વધારો થશે પરિણામે જિલ્લા ની જનતા ને ફાયદો થશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.