Abtak Media Google News

રાજયમા સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા મુદ્દે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઇ વાળા જણાવે છે કે સંવેદનશીલ સરકારનો દાવો કરતી ગુજરાત સરકાર દિલ્હી સરકાર પાસેથી પ્રેરણા લઇ પ્રજાહિતમાં ભાવો ઘટાડે.

વધુમાં જણાવે છે કે જયારે ગુજરાત રાજય મંદીના માહોલ અને કોરોનાનાં કાળા કેર વચ્ચે જનતા પીસાય રહી છે ત્યારે પડ્યા ઉપર પાટુ સમાન પેટ્રોલ-ડિઝલ તેમજ અનેક ચીજ વસ્તુઓમાં ઉતરોતર થઇ રહેલ ભાવ વધારાનાં કારણે પ્રજા પીસાય રહી છે ત્યારે આ દંભી ગુજરાત સરકાર ભાવો ઘટાડવા અથવાતો નિયંત્રણમાં રાખવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

વધુમાં જણાવેલ છે કે કેન્દ્ર સરકાર ૧૫ જુનથી અસરથી પેટ્રોલમાં ૩.૧ ટકા અને ડિઝલમાં ૩.૨ ટકા વેટ વધારી અત્યારે અનુક્રમે ૨૦ ટકાથી પણ વધારે વેટ નાખી સાથે સાથે ૪-૪ ટકા સેસ વસૂલી પ્રજાને લૂંટવાનું કામ કરેલ છે. સ્વાભાવિક છે કે ડીઝલના ભાવ આદેશના અર્થતંત્રને સીધી અસર કરે છે

પરિવહન ખર્ચની સાથે-સાથે સિંચાઇ કે અન્ય ક્ષેત્રે પણ આ ભાવ વધારો મોટી અસર કરે છે પરિવહન ખર્ચની સાથે-સાથે સિંચાઇ કે અન્ય ક્ષેત્રે પણ આ ભાવ વધારો મોટી અસર કરતો હોય ત્યારે દિલ્હી સરકારે ભાવ ઘટાડી આમ જનતાને મોટી રાહત આપી છે ત્યારે ગુજરાત સરકાર આવું કેમ કરી શક્તિ નથી તેવો વેધક સવાલ ઉઠાવી રાજય સરકારની ઝાટકણી કાઢવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.