Abtak Media Google News

આગામી દિવસોમાં સુત્રાપાડા નગરપાલિકાની ચુઁટણી આવનાર હોય સુત્રાપાડા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દેવશીભાઇ કામળીયા તેમજ આર. ટી. આઇ. અકિટવિસ્ટ, પત્રકાર રામસિંહભાઇ મોરી ૯૦ સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની શુભેચ્છા મુલાકાત કરી હતી. શુભેચ્છા મુલાકાતમાં આવનાર  ચૂંટણીમાં જીત હાંસલ કરવાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાય હતી આ તકે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ સુત્રાપાડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દેવશીભાઇ કામળીયાને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.