Abtak Media Google News

લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું, કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કૂવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ : જયરાજસિંહે જાહેર કર્યો પત્ર

અબતક, રાજકોટ

જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં કાર્યકર્તાઓને સંબોધીને બે પત્ર લખ્યા છે. તેમાં જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે મે પાર્ટી છોડી છે, રાજનીતિ નહીં. તેમજ જયરાજસિંહ કોંગ્રેસના પ્રવક્તા હતા. જેમાં 37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું.

જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં અધ્યક્ષ સીઆર પાટીલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં ભગવો ધારણ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા બીજેપીમાં જોડાયા હતા. તથા મહેસાણા જિલ્લાના 150 થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો ભગવો ધારણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે પક્ષમાં અવગણના અને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. તથા કોંગ્રેસ મોવડી મંડળે મનાવવાનો કરેલ પ્રયાસ નિષ્ફળ ગયો છે. કોંગ્રેસ છોડીને હવે જિલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મહામંત્રી રજની પટેલની હાજરીમાં જોડાયા છે. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા સહિત મહેસાણા જિલ્લાના 150 થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ભગવો ધારણ કર્યો છે.

તેઓએ પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પક્ષને પોતાની અંગત મિલકત સમજી વરસોથી કબજો જમાવી બેઠેલા લોકોના માલિકી હક્ક સામે જ્યારે જરૂર પડી ત્યારે મેં અનેક વખત અળખા થઈને પણ અવાજ ઉઠાવ્યો છે. પક્ષને સત્તામાં આવતો જોવાની જિજીવિષા લઈને નહિ, પણ પક્ષ જીવતો રહે એની બેચેની સાથે એમાં પ્રાણ પૂરવાના અથાક પ્રયત્નો મેં કર્યા છે. વ્યક્તિગત નુકસાન ઉઠાવીને પણ સાચું કહેવામાં પાછીપાની નથી કરી. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈપણ જિલ્લો કે શહેર જોઈ લો, તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જૂના પુરાણા ચહેરાઓ નજરે પડશે.

જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય, નિરીક્ષકો નીમવાના હોય, ચૂંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય તો હંમેશાં વર્ષો સુધી જૂની યાદીની ઝેરોક્સ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય, પણ બદલાયેલા સ્થાને ચહેરા તો એ જ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી તેમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.

કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કૂવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે. મોટા ભાગનાં મહાનગરોમાં વિરોધપક્ષનો દરજ્જો મેળવવાનાં પણ ફાંફાં છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી.

બીજી હરોળ ઊભી થાય તો પોતાનો ગરાસ લૂંટાઈ જાય એવું જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રિફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યું છે. નવું સ્વીકારવા, નવું વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌદ્ધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે, જેને કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.