Abtak Media Google News

આયોજનને લઈ તડામાર તૈયારીઓ ખેડૂત સંમેલન સહિતનાં કાર્યક્રમો યોજાશે

ભારત આફ્રિકા કૃષિ સહયોગ વિશે સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને કાર્ય કરવા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનાં મેનેજીંગ ડિરેકટર એસ.કે.રંધાવા દ્વારા આ મામલે સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને પત્ર પાઠવવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.

Advertisement

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એક જાહેર ક્ષેત્રની કંપની છે અને ગુજરાત તેમજ ભારત સરકારની સ્ટેટ નોડલ સંસ્થા છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે કાર્યરત છે. સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ પણ ભારતીય કૃષિ વેપારીઓ, નિષ્ણાંતોને આફ્રિકન દેશો સાથે જોડાવાનું એક મંચ પુરુ પડે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને વિવિધ તબકકે મદદ પુરી પાડેલ છે. રંધાવાએ લખેલ પત્રમાં અનુરોધ કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને ગુજરાતના કૃષિ ઉધોગ અને આફ્રિકન દેશો સાથે જોડાણ કરાવવા આમંત્રિત કરીએ છીએ કે જેથી કરીને ગુજરાતનો કૃષિ/ ફૂડ પ્રોસેસિંગ ઉધોગ અને આફ્રિકન બજારોનો પરસ્પર લાભ ઉઠાવી શકાય.

અત્રે એ જણાવવું જ‚રી છે કે, ૨૦૧૫થી સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશોનાં પ્રતિનિધિ મંડળો, ડિપ્લોમેન્ટસ અને મિનિસ્ટર્સને બોલાવીને સૌરાષ્ટ્ર કચ્છનાં વ્યાપારિક અને આર્થિક સંબંધોને મજબુત અને વ્યાપક બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તે માટે સતત પાંચ વર્ષથી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ સુધીમાં ૪૦ દેશોમાંથી ૮૦૦ કરતા વધુ પ્રતિનિધિઓ રાજકોટની મુલાકાતે આવી ચુકયા છે. અત્રે એ નોંધવું પણ જ‚રી છે કે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની ગાંધીનગર ખાતે યોજાયેલ મીટ દરમ્યાન અને ૨૦૧૯નાં વાઈબ્રન્ટ ગુજરાત દરમ્યાન કૃષિ ક્ષેત્રનાં એમઓયુ કરવા માટે તથા આફ્રિકન દેશોનાં ડેલિગેટસને લાવવા માટે પણ પરાગ તેજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળને જવાબદારીઓ સોંપવામાં આવેલ. આગામી ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમ્યાન રાજકોટ ખાતે એસવીયુએમ ૨૦૨૦ ઈન્ટરનેશનલ ટ્રેડ શો યોજાશે. જેમાં આફ્રિકન દેશો સાથે કૃષિ ક્ષેત્રનાં કરારો કરવામાં આવશે.

આફ્રિકામાં રહેલ કૃષિ ક્ષેત્રની વિશાળ તકોનો મહતમ લાભ કેમ લઈ શકાય ? તે માટે આગામી તા.૧૨/૨/૨૦૨૦નાં રોજ આંતર રાષ્ટ્રીય મેળા દરમ્યાન એક વિશાળ ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડુતો, આફ્રિકન દેશોનાં પ્રતિનિધિઓ, વ્યાપારીઓ અને ગુજરાત સરકાર, યુનિવર્સિટીનાં હોદેદારો ચર્ચા કરશે અને માર્ગદર્શન આપવામાં આવશે. સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ દ્વારા આયોજિત સાતમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને સફળ બનાવવા જીવણલાલ પટેલ, ધીમંત મહેતા, દિનેશભાઈ વસાણી, મયુર ખોખર, રોનકભાઈ વખારિયા, ભુપત વસરા અને મિહિર સખીયા સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.