Abtak Media Google News

મુખ્યમંત્રી સંવેદનશીલ અને મોટા મનના માણસ: પ.પૂ.જ્ઞાન જીવનદાસજી સ્વામી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૨૧ મી સદી ભારતની સદી છે, ત્યારે યુવાનોને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરી સમગ્ર વિશ્વમાં ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવા હાકલ કરી હતી.આ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યુ છે. યુવાનોની શક્તિ એ જ જ્ઞાનશક્તિ છે, ત્યારે યુવાનોને મહત્તમ તકો આપી તેમની રચનાત્મક શક્તિઓનો રાષ્ટ્ર ઘડતરમાં ઉપયોગ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે ઘનશ્યામ પંચદશાબ્દિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સહજાનંદી યુવા શિબિરને પ.પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી સંતો મહંતો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ સ્પિરીરયુઅલ લીડરશીપ પુસ્તકના ગુજરાતી હિન્દી સંસ્કરણનું વિમોચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ મંદિરમાં દર્શન કરી પ.પૂ.જ્ઞાનજીવનદાસ સ્વામીના આશીર્વાદ લીધા હતા.

34D7Bad1 0A47 4493 9F82 8A3B38B96621 1

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપણી ઋષિ પરંપરા અનુરૂપ આધ્યાતિમકતા સાથે યુવાનોનું ઘડતર થઇ રહ્યુ છે. જેને પરિણામે ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદનો પાયો મજબૂત બન્યો છે.ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને દિશા દર્શન કરાવ્યા છે. આપણી સંસ્કૃતિ સર્જન અને સૌના સુખે સૌના દુખે દુખી તેમજ બીજાને મદદરૂપ થવાની પ્રેરણા આપે છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા યુવા ક્રાંતિકારીઓએ શહીદી વહોરી ભારતમાતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ યુવાનોને સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદ સાથે જીવનમાં ધીરજ-હિંમતપૂર્વક અને નીડરતાથી આગળ વધવાની શીખ આપી હતી. પ.પૂ.સ્વામી જ્ઞાનજીવનદાસજીએ મુખ્યમંત્રીને સંવેદનશીલ અને મોટા મનના માણસ ગણાવતાં જણાવ્યુ હતુ કે જીવ માત્રના કલ્યાણ માટે વરેલા મુખ્યમંત્રીના કામો દ્વારા તેમનું વ્યક્તિત્વ ઉભર્યુ છે. ગુજરાતની સુખ-સમૃધ્ધિ અને વિકાસ માટે તેમને મુખ્યમંત્રીને શુભાષિસ પાઠવ્યા હતા.

2E48Dcc4 1673 4619 96Af Beda55666872C

સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યુ કે આધુનિક યુગમાં આદર્શ આધ્યાત્મિક જીવન જીવવુ પડકારરૂપ છે, ત્યારે ગુરૂવર્ય પ.પૂ.જ્ઞાનજીવનદાસ સ્વામીએ યુવા પેઢીના ઘડતર માટે નવીન રાહ બતાવ્યો છે. રાજદંડ અને ધર્મદંડ એકમેક થાય તો સમાજ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે ઉમેરુ હતું.

આ પ્રસંગે સંતો મહંતો મેયર ડો.જિગીષાબેન શેઠ, સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચુડાસમા, ધારાસભ્યો શૈલેષભાઇ મહેતા, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, પૂર્વમંત્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, હરિભક્તો તેમજ વિશાળ સંખ્યામાં યુવક-યુવતિઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.