Abtak Media Google News

સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી નાની વયે મંદિરના પ્રથમ કોઠારી સ્વામી બનતા તેઓને પ્રોત્સાહિત કરવા મંદિરના સભા મંડપમાં સંતો તથા હરિ ભક્તોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને ભવ્ય સન્માન સત્કાર સમારંભ ઉજવાયો હતો.

શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી કોઈપણ હોદ્દો ભોગવ્યા વગર સર્વપ્રથમ રાજકોટમાં નાની ઉંમરમાં સર્વપ્રથમ વખત મહંત બન્યા. આ તકે સત્સંગી સેવક અને મંત્રી મનસુખભાઈ એમ.પરમારે રાધારમણ સ્વામીને શાલ ઓઢાડી હાર પહેરાવી, મુર્તિ અર્પણ કરી હતી.

આ તકે ચેરમેન દેવ સ્વામી વડતાલ, કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વામી વડતાલ, ચૈતન્ય સ્વામી લોજ, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી પોરબંદર, વિવેક સાગરદાસજી સ્વામી મહંત સ્વામી બાલાજી હનુમાનજી રાજકોટ, મૂનિવત્સલદાસજી સ્વામી બાલાજી હનુમાનજી કોઠારી, પાર્ષદ કાન્તી ભગત પૂર્વ કોઠારી બાલાજી હનુમાનજી, ગોવિંદપ્રકાશદાસજી સ્વામી પૂર્વ કોઠારી દ્વારિકા, કોઠારી જગતપ્રકાસદાસજી સ્વામી જામજોધપુર, આત્મજીવનદાસજી સ્વામી ભુમેલ તથા હરિભક્તો મધુભાઈ દોંગા, ધી‚ભાઈ ગોહેલ, માધવજીભાઈ નાદપરા, રાજુભાઈ ત્રાંબડીયા, જીતુભાઈ રાધનપુરા, ભરતભાઈ અંબાસણા, મંદિરના ટ્રસ્ટીઓ ત્રિકમભાઈ સુરાણી, બળવંતભાઈ ધામી, રતિભાઈ મારડીયા શુભ સંદેશ દ્વાર અભિનંદન આપ્યા હતા.

સન્માન સમારંભના મહંત સ્વામીએ જણાવ્યું કે અક્ષર નિવાસી મારા સદગુરુ શાસ્ત્રી ભગવંત ચરણદાસજી સ્વામીની પૂર્ણ કૃપાથી મને નાની ઉંમરમાં મહંત સ્વામીનું પદ પ્રાપ્ત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.