Abtak Media Google News

અમરેલી પંથકના ગામડાઓમાં ૪ થી ૫ ઈંચ સુધી વરસાદ: વલસાડના ઉમરગામમાં ૪॥ વાપીમાં ૩॥ કપરાડામાં ૨ ઈંચ વરસાદ: સવારી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ

સૌરાષ્ટ્રમાં ૧૬.૮૪ ટકા, કચ્છમાં માત્ર ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨.૭૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૭.૯૫ ટકા વરસાદ: રાજયમાં આજ સુધી મૌસમનો કુલ ૧૫.૩૩ ટકા વરસાદ

બંગાળનથી ખાડીમાં સર્જાયેલા લો-પ્રેસર અને દક્ષિણ ગુજરાતમાં અપરએર સાયકલોનિક સકર્યુલેશનનથી અસરતળે રાજ્યમાં મેઘ મહેર જારી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લા પૈકી ૧૧ જિલ્લાના ૨૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અમરેલી પંકના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજે ૪ થી ૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી.

Advertisement

વાવણી બાદ સારા વરસાદના કારણે જગતાતમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ઉમરગામમાં ૪॥ ઈંચ, વાપીમાં ૩॥ ઈંચ અને કપરાડામાં ૨ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આગામી ૪ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનથી આગાહી આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧ જિલ્લાના ૨૩ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં ૧૦૯ મીમી પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત જિલ્લાના વાપીમાં ૮૪ મીમી, કપરાડામાં ૪૯ મીમી, ધરમપુરમાં ૨૨ મીમી, પારડીમાં ૧૩ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં કુલ મૌસમનો ૧૫.૩૩ ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૭.૯૫ ટકા, કચ્છમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨.૭૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨.૪૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬.૮૪ ટકા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં પડધરીમાં ૧૬ મીમી, રાજકોટ શહેરમાં ૧૫ મીમી, ધોરાજીમાં ૧૫ મીમી, સુરેન્દ્રનગરના ચોટીલામાં ૭ મીમી, અમરેલીના લીલીયામાં ૧૯ મીમી, સાવરકુંડલામાં ૩૮ મીમી, ભાવનગરના ઘોઘામાં ૫ મીમી, પાલીતાણામાં ૨ મીમી, બોટાદ શહેરમાં ૨ મીમી વરસાદ પડયો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડને બાદ કરતા સોમવારે એકપણ જિલ્લામાં સંતોષકારક વરસાદ પડયો નથી. અમરેલી પંકમાં ગઈકાલે સાંજે ૪ થી ૫ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અમરેલી તાલુકાના નાના ભંડારીયામાં એક કલાકમાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરમાં પણ વરસાદના પાણી ઘુસી ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ અતિ ભારે વરસાદનથી આગાહી

બંગાળનથી ખાડીમાં સર્જાયેલું લો-પ્રેસર વેલમાર્કમાં પરિવર્તીત થયું છે. ઓડિસા અને પંશ્ચિમ બંગાળના કિનારા પર આવ્યું છે જે ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ વધુ મજબૂત બનશે અને મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે જેની અસરતળે આગામી ૪ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજી પાંચ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ૩ થી ૫ જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં પણ હળવાી મધ્યમ વરસાદનથી આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદનથી આગાહી આપવામાં આવી છે. તંત્ર પણ સાબદુ થઈ ગયું છે. આજે સવારી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કયાંક હળવો વરસાદ પણ વરસી રહ્યો છે.

ન્યારી-૨ ડેમમાં ૨ ફૂટ પાણીની આવક

સૌરાષ્ટ્રમાં સોમવારે હળવા ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. છતાં ત્રણ જળાશયોમાં નવા નથીરનથી આવક વા પામી છે. રાજકોટનથી જળ જરૂરીયાત સંતોષવામાં આંશિક મદદરૂપ તાં એવા ન્યારી-૨ ડેમમાં નવું ૧.૯૭ ફૂટ પાણી આવ્યું છે. ૨૦.૭૦ ફૂટે ઓવરફલો તાં ન્યારી-૨ ડેમનથી જીવંત જળ સપાટી હાલ ૨.૬૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૪૧ એમસીએફટી જળ જથ્થો સંગ્રહીત છે. ભાદર ડેમમાં ૦.૨૦ ફૂટ પાણી આવ્યું છે. જો કે આ પાણી વરસાદનું નહીં પરંતુ નર્મદાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ પાણી સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાંગા ડેમમાં ૧૮.૮૬ ફૂટ આવ્યું છે. જો કે હજુ સુધી આ ડેમ ડેડ વોટરનથી સપાટીમાંથી બહાર આવી શકયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.