Abtak Media Google News

રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્વીમીંગ સ્પર્ધામાં ચેમ્પિયનશીપ મળેલ સ્વિમરો તથા પસંદગી પામેલ સ્વિમરોને શુભેચ્છા પાઠવતા મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ.

તાજેતરમાં ગુજરાત રાજ્ય સ્વીમીંગ, ડાઈવિંગ, વોટરપોલો ચેમ્પિયનશીપ-૨૦૧૮ અમદાવાદ ખાતે યોજાયેલ હતી. જેમાં રાજકોટના જુદા જુદા સ્વીમાંરોએ ભાગ લીધો હતો. તે પૈકી ગ્રુપ-૧ ભાઈઓમાં શ્રી હેમરાજ પટેલને ચેમ્પિયનશીપ મળેલ છે. તેમજ પ્રથમ વખત રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા ગ્રુપના કુલ સાત ખેલાડી પ્રતિનિધિત્વ માટે પસંદગી પામેલ છે. જે નીચે પ્રમાણે છે.

(૧) શ્રી હેમરાજ પટેલ             ભાઈઓ             ગ્રુપ-૧

(૨) શ્રી કરણ રાઉત               ભાઈઓ             ગ્રુપ-૧

(૩) શ્રી આયુશ બરાસરા           ભાઈઓ             ગ્રુપ-૩

(૪) શ્રી ધ્રુવ ટાંક                  ભાઈઓ             ગ્રુપ-૪

(૫) શ્રી રિપ્સા જાની               બહેનો               ગ્રુપ-૨

(૬) શ્રી વિદા જાની                બહેનો               ગ્રુપ-૪

(૭) શ્રી માનસ માકડીયા          ભાઈઓ             ગ્રુપ-૩

       આ ઉપરાંત સ્વિમરો પૈકી પુનીક નાગર, હેમરાજ પટેલ, કારણ રાઉન, કૃણાલ ગોસ્વામી, રાઘવ સોનછાત્રા, વ્યોમ જોષી, રુદ્ર જોષી, કરણ સગપરીયા, કુલદીપ નારીગરા, આયુશ બરાસરા, માનસ માકડિયા, વેદ ચનવાણી, ક્રિષ્ના કાલોદ્રા, ધ્રુવ ટાંક, સૌર્યરાજસિંહ, જય કકકડ, બહેનોમાં રિપ્સા જાની, વિશ્વા પરમાર, કૃષા કકકડ, પરી ગઢીયા, વિદા જાની, પ્રિસા ટાંક, રુચિતા ગોસ્વામી, રિયા ડોડીયા, નિષ્ઠા પંડ્યા, હેતવી પટેલ, બાસુરી મકવાણા વિગેરે એ રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે.

વિશેષમાં વોટરપોલોમાં (૧) આર્યન જોષી (૨) રુદ્ર જોષી (૩) જીત બોરડ (૪) વિનાયક જેશ્વાલ (૫) પ્રતિક નાગર (૬) રાજ મોલીયા (૭) જવન તન્ના (૮) માધવ (૯) દિન પટેનાની ટીમ ચેમ્પિયન બનેલ છે.

આ તમામ ખેલાડીઓને (૧) નિમિશ ભારદ્વાજ (૨) સાવન પરમાર (૩) સાગરભાઈ કકકડ (૪) જય લોઢીયા (૫) અમિત સોરઠીયા વિગેરેએ કોચિંગ આપેલ અને તેના માર્ગદર્શક તરીકે સ્નાનાગાર સંચાલક બંકિમ જોષી સહિતના કોચએ પૂરતું માર્ગદર્શન આપેલ.

આ તમામને મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આ તમામ સ્વિમરોને શુભકામના પાઠવી હતી. અને તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોચે અને પોતાના ક્ષેત્રમાં ખુબ જ આગળ વધે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.