Abtak Media Google News

સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અઘ્યક્ષ અરવિંદ અગ્રવાલે રરમીએ પહેલા ઇટીપી શ‚ કરવા આપી સલાહ

સુપ્રીમ કોર્ટ દ્વારા ઉદ્યોગોને પ્રાઇમરી એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી) કાર્યરત કરવા આદેશ આપ્યો છે. જે માટેની અંતિમ મુદ્દત  રર મી મે છે. નિયત સમય મર્યાદામાં પ્રાઇમરી ઇટીપી જે ઔદ્યોગિક એકમમાં શ‚ નહીં થાય તો બંધ કરવા સુધીના પગલા લેવાશે તેવુ સૌરાષ્ટ રના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અઘ્યક્ષ અરવિંદભાઇ અગ્રવાલે કહ્યું હતું.

Advertisement

Vlcsnap 2017 04 13 14H27M59S47તેઓએ જણાવ્યું હતું કે, ઉદ્યોગો તેમના ઉદ્યોગમાંથી નીકળતા ખરાબ પાણીનો નિકાલ કરવામાં અસક્ષમ રહ્યું છે. જેથી જમીનમાં પેટાળમાં ખરાબ પાણી એકત્રિત થઇ રહ્યું છે. જે વહેલી તકે નિકાલ કરવામાં નહી આવે તો ખૂબજ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. જે પર્યાવરણ માટે હાનિકારક છે. ગંદાપાણીના શુઘ્ધીકરણ માટે સુપ્રીમ કોર્ટના આદેશથી પ્રાઇમરી ઇટીપી ફરજિયાત છે. જે એકમો બંધ થાકે અને જો તેઓએ ફરીથી એકમો શ‚ કરવા હશે તો ક્ધસન્ટ ટુ ઓપરેટની જીપીસીબીની મંજૂરી મેળવ્યા પછી જ ઉદ્યોગો શ‚ થઇ શકશે.

પ્રાઇમરી ઇટીપી ઉપરાંત કોમન એફયુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્રણ વર્ષમાં કાર્યરત કરી દેવાનો ફરજિયાત છે. સીઇટીપી એસટીપી ચલાવવાની જવાબદારી નગરપાલિકા સ્થાનિક સંસ્થાના શિરે રહેશે.

વાતાવરણમાં ઇમિશન લેવલને જીપીસીબીના પોર્ટલ પરથી લોકો પણ જાણી શકે છે. કે લેવલ કેટલું છે. આ લેવલ ઓનલાઇન દર્શાવવા માટે ઓનલાઇન રિરવલ ટાઇમ, કન્ટિન્યુઅરી મોનેટરીંગ સિસ્ટમ માટે રાજ્ય સરકાર જોગવાઇ કરશે. ૬ માસના સમયગાળામાં ગુજરાત સરકાર વ્યવસ્થા ઉભી કરશે. જેની જવાબદારી જીપીસીબી અને વન અને પર્યાવરણ વિભાગને સોંપાશે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અઘ્યક્ષ અરવિંદભાઇ અગ્રવાલે સુપ્રીમ કોટનો એફલોઅન્ટ ટ્રીટમેનટ અને મેનેજમેન્ટ માટેના રમી ચુકાદા અંગે માહિતી આપતા ‘અબતક’ને જણાવ્યું હતું કે, પ્રાયમરી એફલોયન્ટ ટ્રીટમેન્ટ, કોમન ટ્રીટમેન્ટ અને સુવેચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગેનો સુપ્રીમ કોર્ટનો આ અગત્યનો ચુકાદો છે. જે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને લાગુ પડે છે. ખાસ કરીને ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સમગ્ર દેશનો પ૦ ટકા કેમિકલ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલે દેખીતી રીતે આ ચુકાદાથી ગુજરાતના ઉદ્યોગોને વ્યાપક અસર પડશે. ઉદ્યોગકારોએ આગોતરા કાર્યવાહી કરવી પડશે. આ માટે એમને આ અતિમહત્વના ચુકાદાથી વાકેફ કરવા, પ્રશ્ર્નોના નિરાકરણની ચર્ચા વિચારણા કરવા તેમજ સરકારના નીતિ-નિયમોની અમલવારી કરતા થાય એ માટે જીપીસીપીની ટીમ દ્વારા રાજકોટ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

ઉદ્યોગપતિઓમાં નિરાશા પ્રવર્તી રહી છે. એ અંગે વધુ ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોએ નિરાશ થવાનું કોઇ કારણ નથી. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના જ્યારે જ્યારે આવા સામુહિક ચુકાદા આવ્યા છે ત્યારે શ‚આતના સમયમાં ઉદ્યોગો કઇ રીતે એનો અમલ કરી શકશે. પરંતુ એની સામે ગામના લોકોની પણ ખૂબ જ રજૂઆત હોય છે કે ગંદુ પાણી ભૂગર્ભમાં જાય તો એમના પીવાના પાણીના સ્ત્રોતને નુકશાન થાય છે. એટલે ઉદ્યોગોને પણ લાંબાગાળે લોકોની અપેક્ષાઓને ઘ્યાને રાખીને ગંદુ પાણી મર્યાદિત માત્રામાં પેરામીટર મેળવીને છોડવામાં આવે તે જોવુ પડશે. જેથી ઉદ્યોગો, સ્થાનિક લોકો અને સરકારને લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.