Abtak Media Google News

શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ: ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ

વિશ્વ આખું કોરોના કહેરથી ચિંતિત છે. ભારતમાં પણ કોરોનાના કેસો સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે. આ કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે રાજકોટ મનપા દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા શહેરમાં ૪૫૦૦ જેટલા સૂપર સ્પ્રેડર્સના હેલ્પનું ચેકઅપ કરી તેમને હેલ્થકાર્ડ ઇશ્યુ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં શાકભાજી વેચનાર, વાળંદ, કરિયાણાના વેપારીઓ સહિતના હેલ્થનું ચેકઅપ કરવામાં આવશે. ત્યારે આજરોજ પ્રથમ તબકકામાં હુનમાન મઢી ચોક પાસે આવેલ છોટુનગરમાં હેલ્થચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છોટુનગરમાં રહેતા તમામ શાકભાજી-બકાલુ વેંચનાર ફેરિયાઓનું હેલ્થચેકઅપ કરવામં આવ્યું હતું. મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ સ્ટાફગણ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહી. કામગીરી હાથધરી હતી.

155

આજરોજ અંદાજે ૧૩૭૮ જેટલા શાકભાજી વેચનાર વેપારી, ફેરીયાઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી હતી. ૧૫ જેટલા ડોકટર્સની ટીમ દ્વારા તમામ લોકોનું સ્કીનિંગ કરી તેમને સિમટમ્સ જણાય તો તેમનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. શહેરનાં તમામ સુપરસ્પ્રેડર્સનું આગામી દિવસોમા તબકકાવાર અલગ અલગ વિસ્તારમાં હેલ્થચેકઅપ કરવામાં આવશે.

જે સુપર સ્પ્રેડરોનું હેલ્થ ચેકઅપ થઈ ચૂકયું છે. તેમજ કાર્ડ ઈશ્યું કરી અપાયા છે. તેવા તમામ સુપર સ્પ્રેડર કે શાકભાજી ફેરીયાઓએ ફરજિયાત આ કાર્ડ ગ્રાહકો જોઈ શકે તેવી રીતે ગળામાં પહેરવાના રહેશે. ઉપરાકેત તમામ કાર્યવાહી બાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ નિયમિત પણે તમામ સુપર સ્પ્રેડરો પર નજર રાખશે અને જે કોઈ ફેરીયા કે લારીવાળા આ નિયમનું પાલન નહિ કરે કે કાર્ડ ગ્રાહકોને દેખાઈ તે રીતે નહિ બાંધે તો લગત તમામ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત લારી ફેરીયા, શાકભાજીવાળાઓનો માલસામાન પણ જપ્ત કરી લેવામાં આવશે. તેમ રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા જણાવાયું છે. જયાં મનપાની ટીમ પહોચી શકે નહિ અને જો કોઈ ધંધાર્થી સામે ચાલીને કાર્ડ ઈશ્યું કરાવવા માંગતા હોય તો તેઓ માટે ખાસ હેલ્પ લાઈન ચાલુ કરાશે આ હેલ્પલાઈનનો સંપર્ક કરી જેતે ધંધાર્થીને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરી હેલ્થ કાર્ડ કાઢી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.