Abtak Media Google News

ઉપરથી સૂચના આવતા કોર્પોરેશન સાથે મળી સરકારી હોસ્પિટલમાં આંટાફેરા કરતા શ્વાનને ડબ્બે પૂર્યા

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો આતંક હોય તેવા વીડિયો વાયરલ થયા બાદ ઉપરથી સૂચના આવતા અત્રેની સિવિલ હોસ્પિટલમાં સવારથી જ તંત્ર હરકતમાં આવી જતા ડબ્બે પૂરવાનું શરૂ કર્યું હતું.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભૂતકાળમાં રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનના અનેક વીડિયો વાયરલ થયા હતા. ત્યાર બાદ થોડા સમય પહેલા જ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય સરકારી હોસ્પિટલમાં પણ શ્વાનનો ત્રાસ વધી રહ્યો હોય તેના પણ વીડિયો વાયરલ થયો હતો.

ત્યાર બાદ ગઇ કાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનને દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.જેના પગલે આજ સવારથી જ સિવિલ અને કોર્પોરેશન તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સિવિલ પ્રાંગણમાં રખડતા શ્વાનને ગોતી ગોતીને ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા હતા. આજે સવારે સિવિલ હોસ્પિટલમાં સર્જાયેલા દૃશ્યો જોઈને ત્યાં હજાર લોકોને શોલે ફિલ્મનો ડાયલોગ ’કુત્તે મે તેરા ખૂન પી જાઉંગા’ યાદ આવી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.