સવારના શિરામણમાં રાખો આટલું ધ્યાન તો વજન ઘટાડવામાં થશે ફાયદો

સવારનું શિરામણ એટલે કે સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે એટલો જ આવશ્યક છે જેટલો શ્વાસ લેવા માટે ઑક્સિજન. સવારનો નાસ્તો શરીરને એનર્જી પૂરી પાડે છે.તેથી જ તો સવારનો નાસ્તો ક્યારે પણ ચૂકવો જોઈએ નહિ.

ઘણી વખત આપણે નાસ્તામાં એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ જેનાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.તો જાણીએ સવારના નાસ્તામાં કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ.

૧.પ્રોટીયુક્ત વસ્તુઓનું સેવન કરવું :

જો સવારના નાસ્તામાં પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે કારણ કે પ્રોટીનયુક્ત આહાર દ્વારા ભૂખને લાંબા સમય સુધી રોકી શકાય છે તેથી નાસ્તામાં ઈંડા,કેળા અને અખરોટ જેવા પ્રોટીન આહારનું સેવન કરવું જોઈએ.

૨.સવારના નાસ્તાને ટાળવો ન જોઈએ:

સવારનો નાસ્તો ન લેવાથી ભૂખમાં વધારો થાય છે અને આપણે લંચ અને ડીનરમાં વધુ ખાઈ લઈએ છીએ જેના દ્વારા વજન વધી શકે છે.તેથી સવારનો નાસ્તો ટાળવો ન જોઇએ.

૩.ફાઈબર અને પ્રોટીન સંતુલિત માત્રામાં હોય તેવા આહારનું સેવન કરો:

રોજ એક પ્રકારના ખોરાકનું સેવન કરવાથી પણ વજન વધી શકે છે. તેથી નાસ્તામાં પ્રોટીન ,ફાયબર,વિટામિન અને મિનરલ્સથી યુક્ત ખોરાકના સેવનથી સ્વાસ્થ્યમાં અચૂક પણે સુધાર થઈ શકે છે.સંતુલિત આહાર માટે કેળા,દૂધ,ઘી, મલ્ટીગ્રેન રોટલી ખાઈ શકીએ છીએ.

૪.ફકત અનાજનું સેવન ન કરવું :

નાસ્તામાં ફકત અનાજનું સેવન ન કરીને ફળ,ડેરી પ્રોડક્ટ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ જેમકે ખજૂર,સુકામેવા આહારમાં લેવા જોઈએ.

૫.ખોરાકને ચાવીને ખાવો :

ખોરાકને ચાવી ચાવીને ખાવાથી તેનું પાચન સંપૂર્ણ રીતે થાય છે.ખોરાકને ચાવીને ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે.