લે બોલ !!! માણસે જુગાડ કરીને ગેસ સિલિન્ડર દ્વારા કરી કપડાંને ઈસ્ત્રી, જુઓ વીડિયો

આપણે ઘણી વખત જોયું હોય છે કે જ્યાં કઈ કામના આવે ને ત્યાં કામ આવે જુગાડ. આવો જ એક ગજબ જુગાડ કરતો માણસ સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે. આ વ્યક્તિના વિડીયોને લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. આ વિડીયો એલપીજી સિલિન્ડરનો છે જેનાથી એક વ્યક્તિ કપડાને ઈસ્ત્રી કરી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં હવે લોકો મીમ્સ સંબંધિત ફની વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એલપીજી સિલિન્ડરથી કપડાંને ઈસ્ત્રી કરી રહ્યો છે પરંતુ તે જે કરી રહ્યો છે તે જોઈને બધા દંગ રહી ગયા છે.

વાયરલ વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પેલો વ્યક્તિ ઇસ્ત્રી કરી રહ્યો છે પરંતુ તે ઈસ્ત્રી કરવામાં વીજળીનો નહીં પરંતુ રાંધણ ગેસનો ઉપયોગ કરી રહ્યો છે.આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર gieddee નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી હજારો વ્યુઝ અને લાઈક્સ મળ્યા છે. આ સાથે જ લોકોએ કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું. આ વ્યક્તિનું જુગાડ દિલ્હીવાળા જેવું લાગે છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ. અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘અમારી પાસે આટલા અદ્ભુત છે લોકો આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.