Abtak Media Google News

માનુનીઓની મુખ્ય જરૂરિયાત અથવા શોખ ‘સૌંર્દ્યની તકેદારી’ હોય છે અને લગભગ પ્રત્યેક કિશોરી અથવા મહિલાઓ સૌંર્દ્ય પ્રસાધનો પાછળ હજારો રૂપિયા ખર્ચે છે.

સ્ત્રીના સૌર્દ્યમાં વધારો કરતુ અને ફેશનને વેગ આપતું આજકાલનું મુખ્ય પરિબળ છે ‘હેર કલર’ જી હા કારણ કે યુવતીઓ હેર કલરનો ઉપયોગ માત્ર સફેદ વાળને કાળા કરવા માટે જ નહીં પરંતુ શોખ અને ફેશન માટે યુઝ કરે છે.

યુવતીઓ હેયર કલર પાછળ પણ હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. વાળનું સૌર્દ્ય યુવતી હોય કે મહિલાની સુંદરતાને એક ‘માદક ઓપ’ આપે છે. એટલે જ કહેવાયું છે કે વાળ સ્ત્રીના સૌર્દ્યનું ઘરેણું છે. અને તેમાં પણ વાળને સ્ટાઇલીશ લુક આપવામાં આવ્યો હોય અને તેમાં તેને અનુરૂપ હેર કલર કર્યો હોય તો સોનામાં સુગંધ ભળેની જેમ, સૌર્દ્યમાં માદકતા ભળે…. ચાલો આજે આપણે હેર કલર યુઝ કરતા પહેલા રાખવામાં આવતી તકેદારીઓ વિશે જાણીએ.

હેર કલર કરતા પહેલા તેની પસંદગી પર ધ્યાન આપવું વિશેષ જરૂરી છે. આજકાલ લગભગ 80 ટકા લોકો ઘર પર જાતે જ કલર કરી લે છે. ખરેખર નુકશાનદાયી છે. જેથી કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમકે કલર બોક્સના લેબલ પર દર્શાવાયેલી સમય મર્યાદા મુજબ જ વાળ પર કલર રાખવો કારણકે વધારે સમય સુધી વાળમાં રાખવામાં આવતો કલર એ શેડ કરતા ડાર્ક લુક આપે છે. બે મોઢાવાળા વાળ પર કલર કરતા પહેલા તેને ટ્રીમ કરાવીને કલર કરવો. જે દિવસે વાળમાં કલર કર્યો હોય એ દિવસે વાળને શેમ્પુથી નહીં માત્ર પાણીથી જ ધોવા.

એ સિવાય વાળ માટે હંમેશા હર્બલ કલરની પસંદગી કરવી જેથી વાળને નેચરલ શાઇન મળે. વાળમાં હેર કલર કર્યાના આગલે દિવસે વાળમાં લગાવવું જરૂરી છે. જેથી વાળ મુલાયમ અને શાઇની બની જાય તથા વાળને પોષણ પણ મળી જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.