Abtak Media Google News

બગસરા તાલુકાના હાલરીયા ગામે તાલુકા કક્ષાએ પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. ટી.સી. ભાડજા નાયબ પશુપાલક નિયામક અમરેલી,  ડો. આર.જે. દલસાણીયા નાયબ પશુપાલન નિયામક આઇસીડીપી અમરેલી, ડો. સંજય પરમાર, પશુ ચિકિત્સા અધિકારી ડો. એ.જી. માલવીયા, પશુ ચિકિત્સાક કુંકાવાવ, ડો. જસ્મીન એ. માલવીયાએ ખેડુતોને વિસ્તતૃ માહીતી આપી હતી.

આ તકે ઉ૫સ્થીત ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ રવજીભાઇ વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વંધત્વ નિવારણ તથા કૃત્રિમ બિરદાન અંગે માર્ગદર્શન બચ્ચા ઉછેર માટેની ચાવી આર્દશ અને નફાકારક માર્ગદર્શન સ્વચ્છ દૂધ ઉત્પાદન, પ્રગતિશીલ પશુપાલકોના અનુભવો તથા પ્રશ્ર્નોતરી વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન ખેડુતોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ડો. જસ્મીન એ. માલવીયા એ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.