Abtak Media Google News

ગામમાં બનાવેલ ચાર શૌચાલયની તપાસ કરવામાં આવે તેવી માંગ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ૧૪મા નાણાપંચ ૨૦૧૬/૧૭ની ગ્રાન્ટમાંથી બનાવેલ જાહેર શૌચાલયના કામમા ગેરરીતી આચરવામાં આવી હોય તેવી ફરીયાદ ઉઠવા પામી છે. ત્યારે જાહેર શૌચાલયમા થયેલ ભ્રષ્ટાચારની તપાસ યોગ્ય દિશામાં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની ડીપોઝીટ ઝપ્ત થવાની ભીતી છે ત્યારે સરકારી બાબુઓની કોન્ટ્રાક્ટરને બચાવવાના ભરપુર પ્રયત્નો કરી રહ્યા છે

હળવદ તાલુકાના સુદરગઢ ગામે ૧ લાખ ૧૨ હજારના ખર્ચે બનાવેલા ચાર શૌચાલયમા ગેરરીતી આચરવામાં આવી છે. આ જાહેર શૌચાલયની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે. આ અંગે જાહેર શૌચાલયના અંદાજીત રકમમા બનાવેલ તેની તપાસ પણ ખોટી રીતે કરેલ છે. જે કામગીરી એસ્ટીમેટ મુજબ કરેલ નથી. તેમ છતા સરકારી બાબુઓની મીઠી નજર હેઠળ સ્થળ તપાસ દરમિયાન પણ સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવતા અધિકારીઓમાં આ બાબતે સવાલોના વમળમાં પરોવાઈ ગયા છે.

તદુપરાંત જાહેર શૌચાલયનો ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરેલ છે. ત્યારે આશ્ચર્યજનક વાત એ છે કે સ્થળથી અન્ય જગ્યાએ શૌચાલય બનાવેલ છે અને આ અંગે ચતુરભાઇ ચરમારીએ અગાઉ લેખીત રજુઆત કરી હતી છતા તંત્ર દ્વારા પગલા ન લેવાતા ખુદ તાલુકા પંચાયત પ્રમુખે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.