Abtak Media Google News

પોલીસ સ્ટેશન સામે મુકેલ સ્પિડ બ્રેકરના કારણે વધુ એકવાર થયો અકસ્માત

જૂનાગઢના બટવાથી કચ્છમાં કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને મુસાફરોને લઈને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે ઠાઠામાં ઠોકર મારતા બે દીકરીઓને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢના બાંટવા ગામેથી કચ્છના કબરાવ ધામ મોગલ માતાજીના દર્શને જતી લકઝરી બસને ટંકારા પોલીસ મથક સામે એસટી બસે પાછળથી ઠોકર મારતા બસમાં મુસાફરી કરી રહેલ અશ્વિનીબેન મહેશભાઈ નકુમ અને ભાવિકાબેન મુકેશભાઈ મારુ નામના દીકરીઓને ઇજા પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે લકઝરી બસના ચાલક હસમુખભાઈ નાઝાભાઇ જુલુએ એસટી બસના ચાલક સુરેશભાઈ હરિભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, એસટી બસની બ્રેક ફેઈલ થતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.