Abtak Media Google News

રાજકોટ અને જામનગરમાંથી વિમાનના પાર્ટ્સ સહેલાઈથી મળી રહે મેન્યુફેક્ચરિંગમાં ખૂબ સરળતા રહેશે: ટાટા સ્પેનની કંપની સાથે હાથ મિલાવી આગામી ડિફેન્સ એક્સપોમાં પ્રોજેક્ટની જાહેરાત કરે તેવી સંભાવના

ટાટા કાર્ગો વિમાનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાજકોટ સ્થાપે તેવી શકયતા સેવાઈ રહી છે. રાજકોટ અને જામનગરમાંથી વિમાનના પાર્ટ્સ સહેલાઈથી મળી રહે મેન્યુફેક્ચરિંગમાં ખૂબ સરળતા રહે તેમ છે. ટાટા સ્પેનની કંપની સાથે હાથ મિલાવી આગામી ડિફેન્સ એક્સપોમાં પ્રોજેક્ટની જાહેરાત કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.

વિકાસની ઉડાન ભરી રહેલુ રાજકોટ હજી પણ બેવડી ઝડપથી આગળ વધે તેવા અણસાર મળી રહ્યા છે. રાજકોટમાં હવે કાર્ગો વિમાન બનાવવાનો પ્લાન્ટ શરૂ થવાના ઉજળા સંજોગો મળી રહ્યા છે. ટાટા અને સ્પેનિશ કોન્સોર્ટિયમ જમીન પ્લાન્ટ તૈયાર કરવાની આગામી ડિફેન્સ એક્સપોમાં જાહેરાત કરે તેવી શકયતા સેવાઈ રહી છે.

રાજકોટમાં માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ ઈન્ડસ્ટ્રીઝમાં વિમાનના પાર્ટ્સ વર્ષોથી બને છે. જ્યારે જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગના પાર્ટ્સ સહેલાયથી મળી શકે એમ છે. રાજકોટમાં એરફોર્સના પ્લેનના સ્પેરપાર્ટ્સની સાથે હવે  પ્લેન જ બનાવવાનો પ્રોજેક્ટ ટાટા ગ્રુપ લાવે એવી શક્યતા છે.

ટાટા અને સ્પેનની કંપનીનો આ પ્રોજેક્ટ રાજકોટ અથવા સુરતમાં સ્થપાઈ શકે છે. પરંતુ સુરતમાં દરિયાકિનારો નજીક હોવાને કારણે ત્યાં અનેક સમસ્યાઓનો સામનો  કરવો પડે તેમ છે. જ્યારે ભૌગોલિક દૃષ્ટિએ રાજકોટ સેફ ઝોનની કેટેગરીમાં આવે છે. જો પ્રોજેક્ટ રાજકોટને મળશે તો માત્ર રાજકોટને જ નહીં, આખા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતનો વિકાસ થશે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઘણી મશીનરીના ઉદ્યોગો કાર્યરત છે. જેઓને પણ સીધો લાભ થવાનો છે. આખા સૌરાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.