Abtak Media Google News
  • ટાટા TCSના શેર વેચશે
  • 9300 કરોડના 2.34 કરોડ શેરની મોટી ડીલ

શેરમાર્કેટ ન્યૂઝ : સોમવારે શેરબજાર બંધ થયા બાદ ટાટા ગ્રુપ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી કંપની ટાટા સન્સ તેની સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)ના શેર વેચશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ટાટાસન્સે બ્લોક ડીલ હેઠળ TCSના 2.34 કરોડ શેર વેચવાનો નિર્ણય કર્યો છે.

9300 કરોડની મોટી ડીલ

TCSના 2.34 લાખ શેરની આ ડીલ રૂ. 9300 કરોડની હશે, જેમાં દર શેર દીઠ રૂ. 4001 રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે આ કિંમત સોમવારના બંધ દર કરતા 3.6 ટકા ઓછી છે. સોમવારે TCSનો શેર રૂ. 4254.45ના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, બજાર બંધ થયા બાદ TCSનો શેર 1.7 ટકા ઘટીને રૂ. 4144.75 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે TCSનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયા છે.

TCSની પેરેન્ટ કંપની Tatasonsની TCSમાં 72.38 ટકા ભાગીદારી છે. TCSના શેર વેચવા પાછળ કંપનીની ખાસ યોજના છે. વાસ્તવમાં કંપની લિસ્ટિંગ ટાળવા માંગે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ટાટા સન્સને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવવું પડે છે. TCSની બ્લોક ડીલ કંપની માટે લિસ્ટિંગ ટાળવાનું સરળ બનાવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમો અનુસાર તમામ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે શેરબજારમાં લિસ્ટેડ હોવું જરૂરી છે. ટાટાસન્સે પણ આ નિયમનું પાલન કરવું પડશે, જોકે કંપની તેને હાલ પૂરતું ટાળવા માંગે છે. એવું માનવામાં આવે છે કે કંપનીનું લિસ્ટિંગ સપ્ટેમ્બર 2025 સુધીમાં થવાનું છે. તેના દેવાનું પુનર્ગઠન કરીને અથવા ટાટા કેપિટલ ફાઇનાન્સ સર્વિસિસમાં તેનો હિસ્સો બદલીને, કંપની અપર લેયર NBFC હેઠળ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC)નો દરજ્જો ગુમાવશે અને આમ તે લિસ્ટિંગ નિયમોમાંથી બહાર આવશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.