Abtak Media Google News
  • વધુ મતદાન માટે સેમિનારમાં મતદારોને શપથ લેવડાવ્યા, લોકોમાં અનેરો ઉત્સાહ

15મી માર્ચ વિશ્ર્વ ગ્રાહક  દિન અંતર્ગત રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સૂરક્ષા મંડળ ઉપલેટા શાખા દ્વારા અને સીકયુરાટીઝ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી) મુંબઈ ના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી અંતર્ગત ગ્રાહકો જાગૃતી અને ગ્રાહક સુરક્ષા ધારો  2019 ગ્રાહકો અને રોકાણકારોના હકકો વિષયે સેમીનાર યોજાયો હતો તેમાં બહોળી સંખ્યામાં  શહેરીજનો હાજર રહ્યા હતા.

Upleta: The Consumer Protection Board Took The Initiative To Increase Voting
Upleta: The Consumer Protection Board took the initiative to increase voting

શહેરના વિનોદ  ડાઈનીંગ હોલ ખાતે લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને   પુૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સેમીનારને મામલતદાર મહેશકુમાર ધનવાણીએ દિપ પ્રાગયય કરી ખૂલ્લો મૂકયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને  બોલતા છગનભાઈ સોજીત્રાએ જણાવેલ કે આજથી 20 વર્ષ પેલા શહેરમાં ગ્રાહક સુરક્ષા મંડળની  સ્થાપના થયેલ.

મામલતદાર ધનવાણીએ  ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા ધારા અંગે   સમજની સાથે સાથે આગામી ચૂંટણીમાં  નવ યુવા મતદાર અને શહેરીજનો પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેરીજનોને કોઈપણ જાતના નાત જાત ધર્મ અને લોભ લાલચ માં આવ્યા વગર મતાધિકારનોઉપયોગ કરવા શપથ લેવડાવ્યા હતા.

Upleta: The Consumer Protection Board Took The Initiative To Increase Voting
Upleta: The Consumer Protection Board took the initiative to increase voting

ચીફ ઓફીસર નીલમ ઘેટીયા દ્વારા હાલમાં જે કંપનીમાંથી પાંડસનનું ઉત્પાદન  થાય ત્યાંથીજ જો સિધુ ગ્રાહકોને મળે તો ભાવ અને કેલેટી બેને જળવાઈ રહે તેમજ વિવિધ વસ્તુઓમાં ડાયરેક સેલીંગ સિસ્ટમ અંગેની ગ્રાહકોને જાણકારી આપી હતી. પૂર્વ સાંસદ અને  જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન  માવાણી, રામજીભાઈ માવાણી, ટી.એન.રાવ કોલેજના પ્રોફેસર  વિરલભાઈ પીપળીયા, શષર બજારના નિષ્ણાંત અશોકભાઈ કોયાણીએ ગ્રાહક સુરક્ષા ધારો  2019 અને ગ્રાહકો અને રોકાણકારોના હકકો માટે સેબીની  ભૂમીકા વિશે માર્ગદર્શન આપ્યું.

સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ વ્યાસ, આહિર સમાજના ઉપપ્રમુખ ભમભાઈ કયાત્રા, કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ વિરમગામા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલભાઈ જાડેજા, ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ પાનેરા, પી.આઈ. એલ.આર. ગોહિલ, સ્થાનીક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા, મંત્રી દિનેશભાઈ સોજીત્રા,પીપલ્સ મંડળીના ડિરેકટર કિરીટભાઈ રાણપરીયા, લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી વિઠલભાઈ સોજીત્રા કેળવણીકાર મજબુતભાઈ હુબલ, હસુભાઈ કંટારીયા, ચંદુભાઈ જાવીયા, વિજુભા જાડેજા, ભગવાનદાસ બાપુ નિરંજનની ખીરસરાના દકાપટેલ, જેન્તીભાઈ ગજેરા, પ્રજ્ઞાબેન વ્યાસ, નિલમબેન રાઠોડ સહિત આગેવાનો, વેપારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આભાર વિધી કમલેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. સફળ સંચાલન જાણીતા લોક ગાયક માલદે આહિરે પોતાની આગવી શૈલીમાં કરેલ હતુ.

મામલતદાર ધનવાણીએ મતદારોને મતદાન કરવા શપથ લેવડાવ્યા

મામલતદાર મહેશકુમાર ધનવાણી  દ્વારા લોક જાગૃતી  સેમીનારમાં  ઉપસ્થિત રહી  લોકો તેમજ યુવા મતદારોને  લોભ લાલચ, જ્ઞાતી, ધર્મથી પર રહી લોકશાહીમાં  વધુને વધુ મતદાન કરી ચૂંટણી પર્વની ઉજવણી કરવા લોકોને શપથ લેવડાવ્યા હતા.લોકોએ પણ મામલતદારની  અપીલના પગલે સ્થળ ઉપર ઉભા રહી ચૂંટણી પર્વની કેપ પેરીને શપથ લીધા હતા.

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પદે રાણપરીયાએ 20 વર્ષ પૂરા કરતા કામગીરીને બિરદાવાઈ

Screenshot 3 4

ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયાએ 20 વર્ષમાં કરેલી સુંદર કામગીરી નોંધ જિલ્લા પ્રમુખ રમાબેન માવાણી,ગ્રાહક સુરક્ષા મંડળના સ્થાપક પ્રમુખ રામજીભાઈ માવાણી અને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા તેના સાક્ષી બને  કામગીરીને  બિરદાવી શાલ ઓઢાડી ફુલહાર કરી બિરદાવેલ હતી.

પીઆઈ ગોહિલ દ્વારા મોબાઈલમાં થતા ફ્રોડ છેતરપિંડીથી બચવા ઉપાય બતાવ્યા

હાલમાં મોબાઈલમાં થતા ફોડ છેતરપીંડીથી બચવા પી.આઈ.  એલ.આર. ગોહિલે  જણાવેલ કે મોબાઈલના યુજ સારો કરવો જોઈએ તેમાં આવતા ખોટા વિડિયો કે ફોટા ડાઉનલોડ ન કરવા કે ફોરવર્ડ ન કરવા ઉશ્કેરી જનક વિડીયો ફોટા વાયરલ ન કરવા કોઈપણ ના નામે ઓ.પી.ટી. નંબર  માગે તો ન આપવા આમ છતા છેતરપીંડી થાય તો તરત જ આ નં.1930  ઉપર ફરિયાદ નોંધાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.