Abtak Media Google News

સિંગાપુર, નેધરલેન્ડ અને મોરિશિયસથી કરવામાં આવતું રોકાણ માફીમાંથી બાકાત

સરકાર સ્ટાર્ટઅપને વેગ આપવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે વિદેશના 21 દેશો જે સ્ટાર્ટઅપમાં રોકાણ કરતા હોય તેઓને મૂડી નફામાંથી કરમુક્ત બનાવવાનો નાણામંત્રાલય અને સીબીડીટીએ નિર્ણય કર્યો છે. સિંગાપુર, નેધરલેન્ડ અને મોરિશિયસથી કરવામાં આવતું રોકાણ માફીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. દેશમાં સ્ટાર્ટ અપ્સને વેગ આપવા માટે કેન્દ્રનાં નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સીબીડીટીના નોટિફિકેશન મુજબ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરનાર 21 દેશનાં એનઆરઆઈ રોકાણકારોને એન્જલ ટેક્સમાં માફી આપવામાં આવી છે. આ 21 દેશોમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.

ટેક્સ હેવન ગણાતા દેશો જેવા સિંગાપુર, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને મોરિશિયસમાંથી સ્ટાર્ટ અપ્સમાં કરવામાં આવનાર રોકાણને એન્જલ ટેક્સની માફીમાંથી બાકાત રાખવામાં આવ્યા    છે.સીબીડીટીના નોટિફિકેશન 1 એપ્રિલથી અમલી બનાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે બજેટમાં સ્ટાર્ટઅપ્સ સિવાય લિસ્ટિંગ કર્યા વિનાની પ્રાઈવેટ કંપનીઓ માટે આવતા વિદેશી રોકાણ પર એન્જલ ટેક્સ લાદવામાં આવ્યો છે. આ પછી સ્ટાર્ટ અપ્સ તેમજ વેન્ચર કેપિટલ ઉદ્યોગ દ્વારા કેટલાક વિદેશી રોકાણકારોને એન્જલ ટેક્સમાં માફી આપવાની માંગણી કરાઈ હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા 24મી મેનાં રોજ કેટલાક રોકાણકારોની યાદી જાહેર કરાઈ છે જેને એન્જલ ટેક્સની જોગવાઈ લાગૂ પડશે નહીં.

દેશના 21 દેશોનું ઓસ્ટ્રિયા, કેનેડા, ચેક રિપબ્લિક, બેલજીયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ઇઝરાયેલ, ઇટાલી, આઇસલેન્ડ, જાપાન, કોરિયા, રસિયા, નોર્વે, ન્યુઝીલેન્ડ અને સ્વીડનનો સમાવેશ થયો છે. બીજી તરફ સ્ટાર્ટઅપને વેગ મળી રહે તે હેતુસર સરકાર વિવિધ મલ્ટીનેશનલ કંપનીને ભારત આવા આમંત્રણ પાઠવી રહ્યું છે અને તેઓને આર્થિક લાભ થાય તે દિશામાં કાર્ય પણ હાથ ધર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.