પૂર્વીય લદાખના પ્રતિબંધિત વિસ્તારને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે

પ્રવાસીઓને 18,314 ફુટ ઉંચા માર્સિમિક લા પાસ, ત્સોગ્ત્સાલો, હોટ સ્પ્રિંગ્સ અને 1959ના શહીદ સ્મારક સુધી જવાની છૂટ મળશે

પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવની ઉત્તરે પેટ્રોલિંગ પોઈન્ટની નજીક ચાંગ ચેન્મો સેક્ટરના પ્રતિબંધિત વિસ્તારને હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. જેથી પ્રવાસીઓ હવે અહીં ટૂંક સમયમાં 4×4 ક્રુઝ અથવા બાઇકિંગની મજા લઈ શકશે.

ભલે ચીન સાથેનો સરહદી વિવાદ સતત ચોથા વર્ષ સુધી યથાવત સ્થિતિમાં રહ્યો હોય તેમ છતાં સરકારે પ્રવાસીઓને પૂર્વીય લદાખ વિસ્તારમાં પ્રવાસીઓને નવલું નઝરાણું આપવા આ નિર્ણય લીધો છે.  પ્રવાસીઓને 18,314-ફીટ ઉંચા માર્સિમિક લા પાસ સુધી, ત્સોગ્ત્સાલો સુધીની મંજૂરી આપવામાં આવશે, જે લેહથી લગભગ 160 કિમી પૂર્વમાં રિમ્ડી ચુ અને ચાંગ ચેન્મો નદીઓના સંગમ નજીકનો વિસ્તાર છે.

બીજા તબક્કામાં, પર્યટકોને ત્સોગ્ત્સાલુથી આગળ હોટ સ્પ્રિંગ્સ સુધી અને 21 ઓક્ટોબર, 1959ના રોજ શહીદ થયેલા 10 સીઆરપીએફના જવાનોના માનમાં બાંધવામાં આવેલ સ્મારક સુધી જવાની મંજૂરી આપવામાં આવશે.

ભારતીય સેના, સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં અચકાતી હોય છે.  “ભારતીય સૈન્યએ હોટ સ્પ્રિંગ અને ત્સોગ્ત્સાલો જેવા અન્ય સ્થળો ઉપરાંત માર્સિમિક લા સહિત સંખ્યાબંધ ટ્રેક અને માર્ગો ખોલવાનું સમર્થન કર્યું,” તેમ આર્મી હેડક્વારે જણાવ્યું હતું.

સરહદ વિસ્તારોના વિકાસ પર કેન્દ્રના ધ્યાનને અનુરૂપ લદ્દાખ વહીવટીતંત્ર પ્રવાસન માટે ખોલવા માંગે છે તે સરહદી વિસ્તારોની શ્રેણીમાં આ નવીનતમ છે.  તે સ્થાનિકોની લાંબા સમયથી પડતર માંગણી પણ છે.

આ વખતે, જોકે, ડિસેમ્બર 2022માં સ્થાનિક આર્મી અધિકારીઓની વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથેની બે બેઠકો પછી ઝડપથી મંજૂરી મળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર એપ્રિલથી વિસ્તારો ખોલવાનું હતું પરંતુ આ પ્રક્રિયા ધીમી પડી છે.

અધિકારીઓએ જણાવ્યું કે વહીવટીતંત્ર જાન્યુઆરીમાં શૌચાલય, સેલ્ફી પોઈન્ટ અને મેડિકલ સેન્ટરની યોજના સાથે તૈયાર છે.  “બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનને જિલ્લા ભંડોળ સાથે બાંધકામ માટે જોડવામાં આવ્યું છે.  પોલીસ ચેકપોસ્ટ સ્થાપવા માટે પણ તૈયાર છે,” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.  પ્રવાસન સચિવ કાચો મહેબૂબ અલી ખાને આ મહિનાની શરૂઆતમાં ગલવાન ખીણની મુલાકાત લીધી હતી, હોટ સ્પ્રિંગ્સથી આગળ અને અન્ય વિસ્તારો પ્રવાસીઓને મંજૂરી આપવાની શક્યતાનો અભ્યાસ કરવા માટેની શક્યતાઓ તેઓએ તપાસી હતી.