Abtak Media Google News

ગત વર્ષની સરખામણીએ ૪૦ હજાર કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો: આવકમાં પણ ૨૧ કરોડનો વધારો

પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાલ મહાપાલિકામાં વેરા વળતર યોજના ચાલી રહી છે જેમાં એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં ૧૦ ટકાની રાહત આપવામાં આવી રહી છે. આ યોજના આગામી ૩૧ મેનાં રોજ પૂર્ણ થઈ રહી હોય વધુમાં વધુ લોકોને યોજનાનો લાભ લેવા તાકીદ કરવામાં આવી છે.

આજ સુધીમાં કુલ ૧.૩૭ લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. જેનાં કારણે મહાપાલિકાની તિજોરીમાં ૬૨ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. યોજના અંતર્ગત ૧૦૦ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.

વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને હાલ વેરામાં ૧૦ ટકા અને મહિલાઓનાં નામે નોંધાયેલી મિલકતો પર ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજના આગામી ૩૧મી મેના રોજ પૂર્ણ થઈ રહી છે. જુન માસ દરમિયાન કરદાતાઓને વેરામાં અનુક્રમે ૫ અને ૧૦ ટકાનું વળતર આપવામાં આવશે. ગત વર્ષે આજ સુધીમાં કુલ ૯૭ હજાર કરદાતાઓએ ટેકસ રીબેટ યોજનાનો લાભ લીધો હતો અને મહાપાલિકાને રૂ.૪૧ કરોડની આવક થવા પામી હતી. આ વર્ષે ૧.૩૭ લાખ લોકોએ વળતર યોજનાનો લાભ લીધો છે. જેના થકી મહાપાલિકાને રૂ.૬૨.૩૮ કરોડની આવક થવા પામી છે. વળતર યોજના અંતર્ગત ૧૦૦ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.ટેકસ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષમાં ૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યોછે જે પૈકી ૪૦ ટકા લક્ષ્યાંક તો માત્ર ૩ મહિનામાં જ પાર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.