Abtak Media Google News

ભારતીય શેર બજારમાં નેશનલ સ્ટોર એક્સચેન્જ પર લિસ્ટેડ ટાટા કન્સલટન્સી સર્વિસિઝ એટલે કે TCSમાં સોમવારે માર્કેટ ખુલતાંની સાથે જ ધમાકેદાર પર્ફોમન્સ આપતાં માર્કેટ કેપ મુજબ 100 બિલિયન ડોલર કલબમાં પોતાની જગ્યા બનાવી છે. આ સાથે જ TCS પહેલી ભારતીય કંપની બની ગઈ છે જો 100 બિલિયન ડોલરમાં કલબમાં સામેલ થઈ હોય.

સોમવારે શેર બજારમાં ઓપનિંગ સેશનના પ્રથમ એક કલાકમાં TCSના શેર્સ 4.41 ટકા ઉછળીને લગભગ 140 પોઈન્ટના વધારા સાથે જોવા મળ્યો હતો.શુક્રવારે માર્કેટ બંધ થતાં સમયે TCSના શેર્સ 3402ના સ્તરે બંધ થયા હતા અને સોમવારે TCSના શેર 3424ના સ્તરે ખુલ્યો હતો. માર્કેટ ખૂલતાંના પહેલા કલાકમાં TCSના શેર 3545ના સ્તરને પાર કરી ગયા હતા.

NSEના આંકડા મુજબ પહેલી જ 15 મિનિટના કારોબાર દરમિયાન TCSનું માર્કેટ કેપ 6,62,726.36 કરોડના સ્તરને પાર કરી ગયું હતું.તો શુક્રવારે TCSના શેર્સે લગભગ 40,000 કરોડના ફાયદો કંપનીના વેલ્યૂએશનમાં કર્યો હતો પરિણામે કંપની 100 બિલિયનના કલબમાં સામેલ થવાની નજીક પહોંચી ગઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.