Abtak Media Google News

વિરોધ બાદ 20 ટકા ટીસીએસ વસૂલવાના નિર્ણયને અંતે સરકારે બદલ્યો

વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ નહીં લાગે તેમ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશમાં ક્રેડિટ અકે ડેબિટ કાર્ડથી ખર્ચ કરવા પર ૨૦ ટકા ટીસીએસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયથી ભારે વિરોધ થતા સરકારને આ નિર્ણયને પરત લેવાની ફરજ પડી છે.હવે વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ લાગશે નહીં.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે  જો કોઇ વ્યકિત ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે તો તેને ટીસીએસની ચુકવણી કરવી પડશે નહીં. એટલે કે સાત લાખ રૂપિયા સુધીના ખર્ચને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની લિબરલાઇસ્ડ રેમિટેન્સ સ્કીમ (એલઆરએસ)ના દાયરામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એક જુલાઇ, ૨૦૨૩થી લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ હેઠળ નાની લેવડદેવડ પર ટીસીએસ વસૂલ કરવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ વસૂલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.