Abtak Media Google News

ટીસીએસનો ત્રીજા ક્વાર્ટરનો નફો 12થી વધુનો જોવા મળ્યો

આઇટી ક્ષેત્રે ટીસીએસ પોતાનો પગદંડો જમાવ્યો છે ત્યારે ટીસીએસના  શેરધારકોને જાણે બખ્ખા થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં કંપનીએ 4500 રૂપિયાના ભાવે ૧૮ હજાર કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ત્યારે કંપનીનો ત્રીજા ક્વાર્ટરનો નફો ૧૨ ટકા થી વધુ થતાં 9769 કારોડે પહોંચ્યો છે.  એટલુંજ નહીં કંપનીએ શેરધારકોને ૧૭ ટકા પ્રીમિયમ આપવા માટે પણ જણાવ્યું છે. ટીસીએસ ફરી ત્રીજી વખત શેર બાયબેક કર્યા છે અને પોતાના શેરધારકોને બકા કરાવ્યા છે.

બીજી તરફ કંપનીનો નકો વધતાં કંપનીએ તેના શેરધારકોને પ્રતિ શેર સાત રૂપિયા ડિવિડન્ડ આપવા માટેનો પણ નિર્ણય લીધો છે જે ડિવિડન્ડ તેઓને ૭ ફેબ્રુઆરીના રોજ મળી રહેશે. તેનું માનવું છે કે તેમનો મુખ્ય લક્ષ્યાંક એ છે કે વધુ ને વધુ ટેકનોલોજી ને કેવી રીતે અપનાવી શકાય અને દેશમાં આર્થિક ઉન્નતિ લાવવામાં કયા પ્રકારના પગલાઓ ભરી શકાય તે દિશામાં જ હાલ કંપની આગળ વધી રહી છે અને તે દિશામાં જ કંપની કાર્ય પણ કરી રહી છે.

કંપની દ્વારા જે બાય-બેક કરવામાં આવશે તેમાં કોઈપણ પ્રકારે શેરધારકોને અગવડતા નો સામનો ન કરવો પડે તે દિશામાં પણ કંપની દ્વારા ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બર 2020 માં કંપનીએ 16,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા અને તે વર્ષ 2021ના રોજ બાઈબેકનું કાર્ય પૂર્ણ કર્યું હતું. ત્યારે ત્રીજી વખત જે કંપની દ્વારા શહેરમાં બે કરવામાં આવ્યા છે તેનાથી તેના શેરધારકોને ઘણો ખરો ફાયદો પહોંચ્યો છે.

પીએસ માં રોકાણ કરતાં રોકાણ કરો ઘર હમે લાંબા ગાળા માં સારું વળતર મળે તે મુદ્દાને ધ્યાને લઇ કંપનીના શેર ખરીદતાં હોય છે સામે કંપની પણ તેના શેરધારકોને તુને વધુ કેવી રીતે ફાયદો કરાવી શકે તે દિશામાં સતત ચિંતિત રહે છે ત્યારે જે રીતે કંપની દ્વારા શેર બાયબેક કરવામાં આવ્યા છે તેનાથી શેરધારકોની જોલી છલકાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.