Abtak Media Google News

એચડીએફસી બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન  રૂ. 12 લાખ કરોડને પાર પહોંચ્યું

એચડીએફસી બેંકે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  દેશની બીજી સૌથી મોટી બેંક એચડીએફસી હવે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે.  એચડીએફસી અને એચડીએફસી બેંક 1 જુલાઈના રોજ મર્જ થઈ.

એચડીએફસી બેંક આજે આઇટી જાયન્ટ ટીસીએસને પછાડીને માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા બીજી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. એચડીએફસી બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન ટ્રેડિંગના અંતે રૂ. 12,72,718.60 કરોડ હતું, જે ટીસીએસના રૂ. 12,66,891.65 કરતાં રૂ. 5,826.95 કરોડ વધુ હતું.

એચડીએફસી બેંકનો શેર બીએસઈ પર 0.22 ટકાના વધારા સાથે રૂ. 1,688.50 પર બંધ થયો હતો.  દિવસ દરમિયાન તે 0.36 ટકા વધીને રૂ. 1,690.95 પર પહોંચ્યો હતો. ટીસીએસ શેર જોકે 0.25 ટકા ઘટીને રૂ. 3,462.35 પર બંધ થયો હતો.  દિવસ દરમિયાન તે 1 ટકા ઘટીને રૂ. 3,436 થયો હતો.

એચડીએફસી અને એચડીએફસી બેંકનું 1 જુલાઈના રોજ 40 બિલિયન ડોલરમાં મર્જર થયું, જે ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં આવો સૌથી મોટો સોદો છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 17,72,455.70 કરોડના બજાર મૂલ્યાંકન સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે, ત્યારબાદ બીજા નંબરે એચડીએફસી બેન્ક, ત્રીજા નંબરે ટીસીએસ, ચોથા નંબરે આઇસીઆઇસીઆઇ બેન્ક રૂ. 6,96,538.85 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવર 6,96,538.85 કરોડ છે.

એચડીએફસી બેંક કેપિટલ દ્વારા દેશની સૌથી મૂલ્યવાન બેંક છે, ત્યારબાદ આઇસીઆઇસીઆઇ બેંક 6,96,538.85 કરોડના બજાર મૂલ્ય સાથે અને ત્રીજા નંબરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ. 5,44,356.70 કરોડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.