Abtak Media Google News

ગર્ભ ધારણ કરતાં પૂર્વે જ ગર્ભ સંસ્કાર કરવા અતિ ઉત્તમ

પ્રશ્ન:- સમય ખૂબ ઝડપથી બદલાય રહ્યો છે. મેડિકલ સાયન્સ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આઇ.વી.એફ. એટલે શું?

જવાબ:- જે લોકો ને બાળક નથી થતું તે પ્રાથમિક સારવારથી છેલ્લે સુધીની સારવાર કરે છે ત્યારે આ અંતિમ સારવાર એનું નામ ઇનવિટ્રો ફર્ટીલાયઝેશન ગર્ભ બનવાની પ્રક્રિયા જયારે માતાના શરીરમાં કુદરતી રીતના નથી બનતી ત્યારે તેઓ લેબોરેટીમાં ગર્ભ બનાવી, જયારે માતાની કોખનું સરસ વાતાવરણ હોય ત્યારે એ ગર્ભ ને પ્રસ્થાપિત કરવાના આવે છે. 9 મહીના સુધી ડેવલપ થાય છે. ટેસ્ટ ટયુબ નું બીજુ અને વૈજ્ઞાનિક નામ આઇ.વીએફ. છે.

પ્રશ્ન:- ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યું છે તેનો અર્થ શું?

જવાબ:- ગર્ભ અને સંસ્કાર આ બેય શબ્દોમાંથી બનેલ સંસ્કૃત શબ્દ છે ગર્ભ એટલે ‘એઠબીયે’ સંસ્કાર એટલે જયારે ઉતમ ગુણવતા આપવાની પ્રક્રિયા છે તેને સંસ્કાર કહેવાય

પ્રશ્ન:- આ પ્રક્રિયા કેટલી વૈજ્ઞાનિક છે?

જવાબ:- આ ગર્ભ સંસ્કાર પ્રક્રિયા સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે સેલની અંદર રહેલા ડિ.એન.એ., આર.એમ.એ. અને જીન્સ છે ત્યાઁ સુધીમાં આપણે રીઝલ્ટ લઇ આવી શકીએ છીએ. આપણે ઉત્તમ કવોલીટીનું બાળક જોતું હોય એ પણ શારિરીક અને માનસીક બન્ને રીતના અને સાથે જ માતાનું પણ ઘ્યાન રાખવું હોય તો આ ગર્ભ સંસ્કાર વૈજ્ઞાનિક લેવલ પર ઉત્તમ પરિણામ આપી શકે છે.

પ્રશ્ન:- આઇ.વી.એફ થઇ સ્થિતિઓમાં કરાવું પડે?

જવાબ:- અત્યાર ના સમયમાં 25 ટકા લોકોને બાળકો નથી થતાં, અમુકને સારવાર મળે છે પણ અમુક નથી થાતું ત્યારે આઇ.વી.એફ. કરવામાં આવે છે.

પ્રશ્ન:- લોકોના મનમાં શંકા ન રહે એની માટે શું કરવું?

જવાબ:- લોકો વંજેત્વ ને સ્વીકાર નથી કરતાં સૌથી મોટો સામાજીક પ્રશ્ર્ન છે. જેનાથી લોકોને સારવાર મળતી નથી.

પ્રશ્ન:- આઇ.વી.એફ. પ્રોસેસ સમજાવવામાં કેટલી વાર લાગે છે?

જવાબ:- ઘણા લોકો અશિક્ષીત હોય છે ત્યારે લોકોને પોતાની તકલીફ સમજાવવામાં આવે છે સાથે જ તેમની તકલીફ સમજાવવામાં આવે છે સાથે જ તેમની તકલીફનું નિવારણ આપવામાં આવે છે.

પ્રશ્ન:- અત્યાર સુધીમાં કેટલા ગર્ભ સંસ્કાર થયા છે?

જવાબ:- ઘણા લોકો એ ગર્ભ સંસ્કારનો ફાયદો લીધો છે. 3ર જેટલા બાળકોએ ગર્ભ સંસ્કાર દ્વારા જન્મ લીધો છે. માઇલસ્ટો ન દ્વારા ખૂબ સફળતા મળી છે.

પ્રશ્ન:- ટ્રીટમેન્ટ ના તબકકા શું છે?

જવાબ:- કામીની ગર્ભ સંસ્કાર એ ખુબ જ વૈજ્ઞાનિક રીતે કામ કરે છે. જેમા તકલીફ ના જળ સુધી જાય છે અને પ્રેગનેન્સીના 90 દિવસ પહેલાથી જ એમની ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવે છે.

પ્રશ્ન:- ન્યુઝીલેન્ડ અંગે શું કહેશો?

જવાબ:- તે લોકો નો નિર્ણય આવ્યો છે કે હવે ન્યુઝીલેન્ડમાં જેટલા પણ લોકો બાકી છે તે ગર્ભ સંસ્કારથી જ જન્મ લેશે.

પ્રશ્ન:- અભિમન્યુ નું ઉદાહરણ સતત દેવામાં આવતું હોય છે શું કહેશો?

જવાબ:- જયારે એક માતા-પિતા વિચારી લે કે ત્રણ મહિનાથી જ જન્મ પહેલા બાળકને જો તૈયાર કરવામાં આવે તો ગર્ભની અંદરથી જ તેનું શિક્ષણ શરુ થયા તો ઇન્ટલીજન્સી વધી જશે.

પ્રશ્ન:- આઇ.વી.એફ. કેટલા પ્રકારથી થઇ શકે?

જવાબ:- તેનો એક જ પ્રકાર જેના ગર્ભ લેબોરેટ્રીમાં બને છે.

પ્રશ્ન:- આઇ.વી.આઇ. શું છે?

જવાબ:- જે પ્રાથમિક સારવાર માટે હોય છે જયારે પુરૂષ બીજ નું પ્રમાણ ઓછું હોય ત્યારે તેમાંથી લેબોરેટ્રીમાં આ બીજો માંથી સારા બીજો લેવામાં આવે છે.

પ્રશ્ન:- આઇ.વી.એફ. બહુ મોંધું છે?

જવાબ:- મેડિકલ સાયન્સ ખુબ મોધું થઇ ગયું છે. ત્યારે ટેકનોલોજી અને ઇન્જેકશન્સ પણ ખુબ મોંધા થઇ ગયા છે.

પ્રશ્ન:- ગર્ભ સંસ્કાર કેટલું મોધું છે?

જવાબ:- ઉત્તમ કવોલીટીની વેલ્યુ અમૂલ્ય છે. ત્યારે આ પઘ્ધતિ બહુ ખર્ચાળ નથી. પણ જે સુચના દેવામાં આવે તે માતા -પિતાને ફલો કરવું જરુરી છે. આ પ્રક્રિયામા સમય નો ખર્ચ પણ છે.

પ્રશ્ન:- કઇ પ્રકારના ફાયદા બાળકોને મળતા હોય છે?

જવાબ:- બાળક ઉત્તમ કવોલીટીનું હોય છે. સાથે જ જીનેટીકલ નુકશાન ઘટી જાય છે. તેમનો ડાયટ પ્લાન પ્રોપર બને છે એટલે દવા ઓછી  ખાવી પડે છે. જેથી માનસિક અને શારીરીક રીતના ઘણા ફાયદા વધે છે.

પ્રશ્ન:- બાળક ન થવાનું કારણ જીવનશૈલીને કેવી રીતના લગતું હોય છે?

જવાબ:- લગ્ન કરવાની ઉમર, કેરીયર ઓરીએન્ટેડ જીવન, વ્યસ્ત જીવનશૈલી ને કારણે તકલીફો પડે છે. જંડફુડ પણ ખુબ નુકશાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.