Abtak Media Google News
  • નિરંજન શાહ સ્ટેડિયમમાં  ભારતે ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીબેટિંગ લીધી
  • ભારતે ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલરનો કર્યો ટીમમાં સમાવેશ:યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રજત પાટીદાર સસ્તામાં ઉડ્યા

Rajkot News : યજમાન ભારત અને મહેમાન ઇંગ્લેન્ડ વચ્ચે આજથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચનો આરંભ થયો છે. બેટ્સમેનો માટે સ્વર્ગ સમી મનાતી રાજકોટની વિકેટ પર ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇનફોર્મ બેટ્સમેન જયસ્વાલ,શુભમન ગિલ અને રજત પાટીદાર સસ્તામાં પેવેલિયનમાં  પરત ફરતા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાય ગઈ છે. રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ  અને સરફરાજખાનને ટેસ્ટ કેપ આપવામાં આવી છે.

Sarfaraj Jurel

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમન સુકાની રોહિત  શર્માએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. સ્કોર  બોર્ડ પર માત્ર 22 રન જ નોંધાયા હતા ત્યાંરે ટીમ ઇન્ડિયાના ઈન્ફોર્મ બેટ્સમેન ઓપનર યશસ્વી જયસ્વાલ આઉટ થઈ ગયો હતો. વનડાઉન આવેલા શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલીયનમાં પરત ફરતા માત્ર 24 રનમાં ભારતની બે વિકેટો ધરાશાયી થઈ ગઈ હતી.

Cricket Rajkot

આમાંથી કળ વળે તે પહેલાં ભારતે ત્રીજી વિકેટ પણ ગુમાવી દીધી હતી. ટીમનો  સ્કોર માત્ર 33 રને પહોંચ્યો હતો ત્યારે રજત પાટીદાર પણ અંગત પાંચ રન બનાવી ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો.

Bating

બેટ્સમેનોને યારી આપતી નિરંજન શાહ સ્ટેડિયમની વિકેટ પર ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા છે. આજે ભારતીય ટીમ ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટ વડે શાનદાર પ્રદર્શન કરી રહેલા ધ્રુવ જુરેલ અને સરફરાજ ખાનને ટેસ્ટ કેપ આપવામાં આવી હતી.જોઈન્ટ વિલ્સનને પણ ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ કેપ આપી હતી. ટોસ જીતી પ્રથમ બેટિંગ લેવાનો સુકાની રોહિત શર્માનો નિર્ણય ભારત માટે ઘાતક સાબિત થયો હતો. ખંઢેરીની વિકેટ સવારના સમયે ફાસ્ટ બોલરોને યારી આપી રહી હોય ઇંગ્લેન્ડના બંને ફાસ્ટ બોલર માર્ક વુડ અને ટોમ હાર્ટલીએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. માર્ગ વુડે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની વિકેટ ઝડપી હતી. જ્યારે ટોમ હાર્ટલીએ રજત પાટીદારને પેવિલિયનમાં મોકલ્યો હતો.

ભારતીય ટીમમાં સુકાની રોહિત શર્મા ઉપરાંત યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ, રજત પાટીદાર, સરફરાજ ખાન ,રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, રવિશ્ચંદ્ર અશ્વિન કુલદીપ યાદવ જસપ્રિત બુમરાહ અને મોહંમદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ બંને ટીમો ૧-૧ની બરાબરી પર ચાલી રહી છે.શ્રેણીનું પરિણામ નક્કી કરવામાં રાજકોટ ટેસ્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. આ અગાઉ રાજકોટમાં કુલ બે ટેસ્ટ રમાય ચૂક્યા છે જેમાં ભારત અજેય રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની 2016માં રમાયેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી જ્યારે વિન્ડીઝ સામે 2018માં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ટોસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય કરનાર ભારતીય ટીમના બેટ્સમેનો હાલ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો સામે રીતસર  સંઘર્ષ કરી રહ્યા છે.માત્ર 33 રનના ત્રણ વિકેટ ધરાશાયી થઈ જતા લોકલ બોય રવિન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.