Abtak Media Google News

વીવીપી કોલેજના વિઘાર્થીઓએ એન્ડોઇડ સ્પીચ એન્જીનનો ઉપયોગ કરી વિકાસાવી હોમ ઓટોમેશન સિસ્ટમ

સ્પીચ એન્જીનના ઉપયોગ દ્વારા એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમથી મોબાઇલ કે કોમ્પ્યુટરના માઇકથી તમે જે બોલો તે ટેકસ્ટ મેસેજ તરીકે ટાઇપ-થઇ જાય તે આપણે જાણીએ જ છીએ. આજ માઘ્યમનો ઉપયોગ કરી હવે ઘરની લાઇટીંગ સીસ્ટમ તથા ઇલેકિટ્રક એપ્લાલન્સીસ ને તમારા મોબાઇલ ફોનના સ્પીચ એન્જીનનો ઉપયોગ કરી ચાલુ બંધ કરી શકાશે અથવા ઇન્ડસ્ટ્રીઝ ની મશીનરી નો કંટ્રોલ કરી શકાશે.

રાજકોટના નરેશ દિનેશભાઇ મુંગપરા અને યાજ્ઞીક લાલજીભાઇ થાનકી કે જેઓ હાલમાં વીવીપી એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રોનીકલ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના સાતમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેઓએ આ વિષય પર ગહન સંશોધન કરી પ્રો. રવીન સરધાર ના માર્ગવર્શન નીચે એક હોમ ઓટોમેશન  સીસ્ટમ વિકસીત કરેલ છે. જેમાં રાસબરી પાઇ નામનું અઘતન ઇલેકટ્રોનીકસ કંટ્રોલીંગ બોર્ડનો ઉપયોગ કરેલ છે. હાલમાં ખુબ જ ઝડપથી પ્રચલિત થઇ રહેલી પાયથોન લેન્ગવેજ માં કોડીંગ કરી આ બોર્ડને ઇન્ટરનેટ ના માઘ્યમ સાથે જોડવામાં આવેલ છે. આ ઇલેકટ્રોનિકસ બોર્ડ એક પ્રકારનું નાનું કોમ્પ્યુટર જ છે. જેમાં કોમ્પ્યુટરમાં થતા લગભગ બધા જ પ્રકારના કાર્ય કરી છે તેની રાસબીયન ઓપરેટીંગ સીસ્ટમ છે. જેનો ઉપયોગ કરી ઘરની અંદરના ઇલેકટ્રીક સાધનો પંખા, ટયુબલાઇટ, ફ્રીઝ ટીવીને ઘરના વાઈફાઈ સાથે આ મોડયુઅલ સાથે રીલે દ્વારા કનેકટ કરી દેવાના છે. ત્યારબાદ સ્માર્ટ ફોનમાં ઈન બિલ્ટ સ્પીચ એન્જીન આપેલ છે તેનો ઉપયોગ કરી જે લાઈટ, પંખા બંધ કે ચાલુ કરવા હોઈ તેનું નામ માઈકમાં બેલવાનું અને જે તે સ્પીચનું એનલીસીસ કરી, પ્રોસેસીંગ કરી એની સાથે પ્રોગ્રામિંગથી કંટ્રોલ કરેલ હોય તે ડિવાઈસ ઓન, ઓફ કરી કાય છે. આ એક અધતન ટેકનોલોજી છે જેમાં તમારા વોઈસથી તમારા સ્માર્ટ ફોન મારફતે કમાન્ડ ઈન્ટરનેટ ઓફ થીગ્ઝના માધ્યમથી તમારા ઘરના વાઈફાઈ મોડયુઅલ સુધી પહોચે છે. અને તે રાસબરી પાઈના મોડયુઅલમાં કમાન્ડ મળતા તેની સાથે જોડેલા રીલે દ્વારા જે તે ઈલેકટ્રીક સાધન ઓન, ઓફ થઈ શકે છે તમારા ઘરની અંદર મોબાઈલ વિના પણ વોઈશ કંટ્રોલથી ડિવાઈશ ઓન ઓફ કરવી હોઈ તો રાસબીયન પાઈ મોડયુલમાં ના ડાયરેકટર માઈક ઈન કરી દેવાથી તેનો કંટ્રોલ શકય બનાવી શકાઈ છે ઘરની બહાર હોઈ ત્યારે આજ ડિવાઈશ અને આજ સાધનો મોબાઈલથી કંટ્રોલ કરી શકાશે આ એક અધતન ટેકનોલોજી છે. આ સમગ્ર પ્રણાલી ટૂંક સમયમાં વિશ્ર્વના બજારોમાં મળવાપાત્ર થશે ત્યારે આ વિદ્યાર્થીઓ એ હજી સાતમાં સેમેસ્ટરમાં જ ભણતા ભણતા તદન વ્યાજબી કિંમતમાં વિકસાવેલી છે.

આ માટેનો ટેકનીકલ સપોર્ટ સંસ્થાના આચાર્ય ડો. તેજશ પાટલિયા , ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશનના વડા ડો. ચાર્મીબેન પટેલ દ્વારા પૂરો પાડવામાં આવેલ છે. તેમની આ સિધ્ધિ ને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર એ ખૂબ એ બિરદાવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.