Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમવાદી ચૂક્યા છે ત્યારે આ વખતે રાજ્યમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખ્યો કસોકસ નો જંગ ખેલાવવાનો છે ,  રણસંગ્રામના માહોલમાં પહેલે “આપ”ની જેમ આમ આદમી પાર્ટી એ ઉમેદવારો જાહેર કરવામાં ઉતાવળ સાથે ચીવટ રાખી હતી, કોંગ્રેસ અને ભાજપ દ્વારા વિલંબથી પણ એક એક ઉમેદવારને બરાબર ચકાસી ચકાસીને ચૂંટણી જંગમાં ઉતારવાની રણનીતિ અખતયાર કરી છે, રાજકીય ક્ષેત્રેભાજપની ઉમેદવારોની યાદીની મિટ મંડાઇ હતી આજે જાહેર થયેલી યાદીમાં ભાજપનું પૂરેપૂરું “હોમવર્ક” દેખાઈ રહ્યું છે.

સેન્સ પ્રક્રિયાથી લઈ સંભવિત ઉમેદવારો ના નામની ચર્ચા અને અંતિમ યાદી તૈયાર કરીને જે રીતે આજે પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે તેમાં પક્ષના સંગઠનના સંતોષથી લઈ મતદારોના મિજાજ ના આગોતરા હિસાબ, નવી આવનારી સરકારની કાર્યક્ષમતા વધારવા માટે નવા ચહેરાઓના ઉમેરણ થી લઈ જુનાઓને વિનય પૂર્વક બાદબાકી કરવાની જે કુનેહ ભાજપ મવડી મંડળે જાળવવાનો પ્રયાસ કર્યો છે તે ખરેખર નોંધપાત્ર ગણાય, બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે શાસક પક્ષના એન્ટીઇન્કમ્બન્સી મતો અને પ્રજાના પરિવર્તનના આગ્રહને જનાધારમાં કેવી રીતે ફેરવી શકાય?

તેનું પૂરેપૂરું અધ્યયન કરીને મોટાભાગે નીવળેલાઓને ફરી મેદાનમાં ઉતાર્યા છે અને નવી પસંદગીમાં પણ ઉમેદવારોની હરીફો સામે વિનિંગ એબિલિટી નું બરોબર અભ્યાસ સાથે પૂરેપૂરું પુથકરણ હોય તેવું દેખાય છે, આમ આદમી પાર્ટી માટે ગુજરાત નવો અનુભવ છે પરંતુ તેમ છતાં બંને હરીફો કરતાં ઉમેદવારોની પસંદગીમાં આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે, ગુજરાતની ચૂંટણીને લોકસભાની ચૂંટણી જંગનું પ્લેટફોર્મ માનવામાં આવે છે ભાજપ માટે ગુજરાતની ચૂંટણીમાં કોઈપણ રિસ્ક ફેક્ટર લેવું પોસાય તેમ નથી કોંગ્રેસ માટે મોટી તક છે.

આમ આદમી પાર્ટી માટે ગુજરાતની આ ચૂંટણી રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવવા માટે જરૂરી બની હોવાથી આ વખતના ચૂંટણી જંગમાં ગુજરાતમાં ત્રિપાખીયા જંગમાં કોઈ કોઈને જરા પણ મચક ન આપવાના મૂડમાં છે ત્યારે કોણ જીતશે કોણ હારશે અને કોણ અનુભવી બનશે તેનો આધાર મતદાર રાજા ના મન ઉપર રહેશે અત્યારે તો ભાજપ કોંગ્રેસ અને આપ માટે યુદ્ધ એ જ કલ્યાણ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને મતદારો માટે પણ ગુજરાત અને દેશના ભવિષ્ય નિર્માણની આ તકમાં પોતાનો મતાધિકાર સવિનય ઉપયોગ કરવા નો રાજધર્મ નિભાવવાનો અવસર છે ચૂંટણી જંગમાં હારજીત ગૌણ છે, પણ લોકશાહી નું મૂલ્ય નું જતન થાય તે મહત્વનું છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.