Abtak Media Google News

સૂર્યદેવ કોપાયમાનયા હોય તેવું લાગે છે. ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રસ્તાઓ સુમસાન નજરે ચડી રહ્યાં છે. દેશમાં પશ્ર્ચિમ તા દક્ષિણ વિસ્તારોમાં આ વખતે આકરા ઉનાળાના સંકેત અપાઈ રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષનો ઉનાળો વધુ આકરો અને ગરમીવાળો બની રહેશે.

ઉનાળાની શ‚આતના પગલે બપોરના સમયે રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત નોકરીયાત વર્ગના લોકોને ચહેરા ઉપર દુપટ્ટા બાંધીને જવું પડી રહ્યું છે. ઉનાળામાં ઠંડક મેળવવા માટે લોકો શેરડીનો રસનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. એમાં પણ ખા

સ ચાકડામાં બનાવાયેલ શેરડીનો રસ પીવાનું લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. તેમજ આઈસ્ક્રીમ, ઠંડા-પીણા, ગોલા ખાવાનું પણ લોકો વધુ પસંદ કરી રહ્યાં છે.

કબુતરાઓ પાણીની કુંડીમાં છબછબીયા કરીને ઠંડીની મજા માણી રહ્યાં છે. ગરમીને લઈને ડોકટરે ઠંડાપીણા પીવાનું જોર રાખવાની સલાહ આપી છે. તડકાના સમયે બહાર જતી વખતે ત્વચાને રક્ષણ મળે એ હેતુી કોટન કપડાં ઓઢીને જવાની સલાહ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.