Abtak Media Google News

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધા માટે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઇ શકે તેવા ઉમદા આશયથી  નવી ૫૦ ઇલેક્ટ્રિક બસની ખરીદી કરવા માટેની ટેન્ડર મંગાવવાની મૂદત ગઈકાલે તા. ૧૫-૨-૨૦૧૯ ના રોજ પૂર્ણ થઇ છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરએ વિશેષમાં ઉમેર્યું હતું કે, ફિઝિકલ ટેન્ડર રજુ કરવાની નિર્ધારિત સમયમર્યાદા ગઈકાલે પૂર્ણ થયેલ છે, અને ત્રણ એજન્સીઓએ ટેન્ડર રજુ કરી પોતાનો રસ દાખવ્યો છે, જેમાં ટાટા મોટર્સ, જે.બી.એમ. ઓટો લિ. અને Evey Trans પ્રા. લિ. નો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓના ટેન્ડરનું આજથી ટેકનિકલ કન્સલ્ટન્ટ મારફત ટેકનિકલ મૂલ્યાંકન શરૂ કરવામાં આવેલ છે. આ કામે ક્વાલીફાય થનાર એજન્સી પાસેથી પ્રૂફ ઓફ કન્સેપ્ટ (પી.ઓ.એફ.) અંગે ડેમો મેળવવામાં આવશે. ત્યારબાદ પ્રાઈસ બીડ ખોલવામાં આવનાર છે.

કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ઇલેક્ટ્રિક બસ સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત હોય છે અને તેનાથી શહેરના પર્યાવરણની જાળવણીમાં પણ સારૂ એવું યોગદાન આપી શકાશે. સાથોસાથ નાગરિકોને પણ સ્વચ્છ, સુઘડ અને સુંદર બસમાં પરિવહન કરવાની સુવિધા પાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.