Abtak Media Google News

સિંહોના વિસ્તારમાં લોકો ધુસ્યા હોવાથી સિંહોને જંગલની બહાર આવવું પડે છે તે વાત તદન ખોટી: સિંહો માટેના આરક્ષીત વિસ્તારનો ૮ થી ૯ ટકા જેટલો જ ભાગ ખુલ્લો છે બાકીના વિસ્તારમાં જવા માટે જંગલ ખાતાનાં સ્ટાફને પણ છુટ નથીImg 20180810 Wa0015

આજે વર્લ્ડ લાયન ડે છે ત્યારે સિંહો વિશે મહત્વની માહીતી ધરાવતા સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયાએ કહ્યું હતું કે સિંહોની સંખ્યામાં થયેલો વધારો જુનાગઢનાં નવાબ અને સ્થાનીકોના પ્રયાસને આભારી છે. સિંહોના વિસ્તારમાં લોકો ધુસ્યા હોવાથી સિંહોને જંગલની બહાર આવવું પડે છે. તે વાત તદન ખોટી છે સિંહો માટેના આરક્ષીત વિસ્તારનો ૮ થી ૯ ટકા જેટલો જ ભાગ ખુલ્લો છે.  બાકીના વિસ્તારમા જવા માટે જંગલ ખાતાના સ્ટાફને પણ છુટ નથી.Img 20180810 Wa0041સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ૩૦વર્ષ થયા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરે છે અને ભારત તથા આફ્રીકાની નેપાખના જંગલોમાં મુલાકાત લઇ ચુકેલા છે. અને હાલ તેવો સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના સભ્ય છે ઘણા વર્ષોપહેલા એવી માન્યતા હતી કે સિંહો ઓછા થઇ ગયાછે પરંતુ તે સર્વે એરીયા પુરતો હતો.Img 20180810 Wa0016

Advertisement

અને સિંહોની વસ્તી વધારવા ઘણા પરીબળોએ ભાગ ભજવ્યો છે. જેમ કે જુનાગઢ નવાબ, સ્થાનીક લોકો, વૈજ્ઞાનિક તથા એનજીઓના સહયોગથી સિંહોની ૨૦૧૫ માં ગણતરી મુજબ ૫૧૩ સિંહ હતા. હાલમાં અંદાજીત ૭૦૦ થી વધારે સિંહ છે. અત્રે ૨૦,૦૦૦ કી.મી. માં સિંહો ફરે છે. પ્રોટેકટેડ એરીયાની બહારના ભાગમાં ૩૫૦ સિંહો ફરે છે. લોકોનું માનવું એવું છે કે લોકો જંગલ તરફ વળ્યા છે તો સિંહોને બહાર આવવુ પડે છેImg 20180810 Wa0054

પણ એ તદ્દન ખોટું છે. બાકી ૯૦ ટકા જંગલમાં તો જંગલ ખાતાના સ્ટાફને પણ જવાની છુટ નથી જનરલ પબ્લીકનો પણ સિંહ પ્રત્યે વ્યવહાર સારો હોય છે એટલે જ લોકો સિંહને સ્વીકારે તો સિંહ ટકી શકે નહી સ્થાનીક લોકોને આભારી છે કે સંખ્યામાં વધારો થયો છે.Img 20180810 Wa0044

સિંહને બચાવવા સરકાર તરફથી ઘણા પગલા લેવાયા છે. ભુષણભાઇએ જણાવ્યું હતું કે સ્થાનીક લોકો વાઘને ગામ સાઇડ રહેવા દેતા નથી ભગાડી મુકે છે. અથવા પોઇઝટીંગ કરે છે એટલે વાઘ ઓછા છે ત્યારે સિંહ સાથે એવું નથી કરતાં. પ્રોટેકટે એરીયામાં તો કોઇ સુધારા કરવાની જરૂર રહેતી નથી. પણ બહારના ભાગમાં ઘણું કરવાની જરુર છે. પહેલા ગેરકાયદેસર લાયન્સ શો થતા તેમજ બીલાડીના ટોપની જેમ હોટલો બની ગઇ છે. તે બધુ રેગ્યુલાઇઝ કરવા જરુરી છે. થોડો ટાઇમ લાગશે પણ સુધારો આવશે જ સિંહોના ટ્રાન્સફર વિશે પુછવેલા તેઓએ જણાવ્યું હતું કે આ શકયતા  નહીંવત છે. કેમ કે સિંહોના વસવાટ માટે અનુકુળ વાતાવરણ તથા મીનીમમ જંગલ એરીયા જરુરી છે.Img 20180810 Wa0021

૨૦૧૩ ૧૫ એપ્રીલમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સિંહો શીફટ કરવા પણ તે માટે સુપ્રિમ કોર્ટે કહ્યું કે આઇયુસીએમ ગાઇડ લાઇન પ્રમાણે શીફટ કરવા તેમા સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ૭૦૦ સ્કેવર કીલોમીટરનું નેશનલ એરીયા જોઇએ તેમાં કશુ પથયું નથી મઘ્યપ્રદેશ સરકારે ૩૫૦ કી.મી. સ્કવેર ફુટ જંગલ ડીકલેર કરેલ છે.

Img 20180810 Wa0013આપણે ત્યાં સિંહો શાંતિથી રહી શકે તે માટે કહ્યું કેજંગલમાં કટીંગ ઓછું થાય અને સિંહે ને બહુ ગાઢ જંગલ ની જરુરત નથી હોતી સિંહોને ખુલ્લા જંગલ વધારે પસંદ છે. સાથે ભુષણભાઇએ કહ્યું કે જંગલ સિંહોનું ઘર છે આપણે ત્યાં જાય ત્યારે આપણે તેના ઘરે મહેમાન છીએ તો સારા મહેમાન તરીકે જઇએ તો ઘ્યાન રાખવું જોઇએ. અને જંગલ બહાર કોઇ સિંહ આમ જોવો છો તો ૧૦૦ મીટરનું અંતર રાખીને જુવો તો સિંહ સામેથી કોઇ દિવસ એટેક નથી કરતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.