Abtak Media Google News

મંડળીની મગફળી સીધી ઓઈલ મીલમાં જતી અને યાર્ડમાંથી ખરાબ મગફળીમાં ભેળસેળ કરી ગોડાઉનમાં મૂકવામાં આવતી

જેતપુર ના પેઢલા મગફળી કાંડમાં અનેક લોકોની અટકાયત બાદ રોજ નવી નવી બાબતો સામે આવતી જાય છે અને આ પ્રકરણ માં હાજી અનેક લોકો ના નામ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે

Advertisement

જેતપુર ડી વાય એસ પી ભરવાડ દ્વારા તાપસ માં રોજ નવા નામો સામે આવે છે એમાં ગઈકાલે મોડી રાત્રે આ મગફળી કાંડમાં સંડોવાયેલ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અલંકાર ટ્રેડિંગના માલીક વિશાલ શાંતિલાલ સખરેલીયા તેમજકેશોદ ના મેસવાણા ગામે આવેલ  કાંતિ ઓઇલ મિલ ના માલિકની અટકાયત કરી લેવામાં આવેલ હતી અને તેમની સાધન પુછપરછ હાથ ધરી સમગ્ર કાંડની માહિતી સામે આવી હતી.પોલીસે વિશાલ સખરેલીયા   તેમજ  રાજેશ વડાલીયા ની અટક કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે

તપાસનીશ અધિકારી જે.એમ.ભરવાડ દ્વારા અલગ અલગ પોલીસની ટિમો બનાવી આ અંગે તાપસ સારું થઇ જેમાં મગફળી જે ટ્રકો દ્વારા લઇ જવામાં આવતી હતી તેના ટ્રક ડ્રાઇવરોની પુછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમના દ્વારા પેઢલા ગોડાઉન માં ક્યારેય માલ નાખવામાં આવેલ નથી

તેવો સહકારી મંડળી માંથી મગફળી લઇ સીધા કેશોદના મેસવાણા ની કાંતિ ઓઇલ મિલમાં મગફળી નાખવામાં આવી છે ત્યારે તાપસ અધિકારી એ આ અંગે આરોપીઓ પાસેથી જાણવા મળ્યું કે તે લોકો જેતપુર માર્કેટ યાર્ડમાં આવેલ અલંકાર ટ્રેડિંગ પાસેથી મગફળી લઇ તેની ગુણીમાં કાંકરા અને ધૂળની ભેળસેળ મજૂરો દ્વારા કરવામાં આવતી હતી: પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરો તેમજ તે સમયે મજૂરી કામે આવેલ મજૂરોના નિવેદન લઇ સમગ્ર ઘટના બહાર આવી હતી.

પોલીસ દ્વારા ગુજકોટ,વેરહાઉસ,તેમજ નાફેડના અધિકારીઓને પોલીસ મથકે હાજર થવા માટે સમન્સ પાઠવામાં આવેલ હતું જે આધારે આજે અહીંની નાયબ પોલીસ અધિકારીની કચેરીએ વેર હાઉસ ના મહેન્દ્ર દવે,મનોજ જોષી ,ગુજકોટના એમ.ડી. એન.એમ.શર્મા ,દેવીપ્રસાદ મિસરા તેમજ નાફેડના સુધીર મલ્હોત્રા હાજર રહ્યા હતા અને તમામના વિડ્યો ગ્રાફી દ્વારા નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવેલ હતા.

પેઢલા મગફળી કાંડની તાપસ માં રૂરલ એસ.પી.મીના દ્વારા ડી.વાય.એસ.પી ભરવાડ તેમજ તેમની અલગ અલગ ટિમો બનાવામાં આવેલ છે દરેક ટિમો અલગ અલગ દિશા માં મોકલી દેવામાં આવેલ છે અને આ મગફળી કાંડમાં અત્યાર સુધી ૨૯ આરોપીઓ ની અટકાયત કરી લેવમાં આવી છે અને મગફળી કયાંથી આવી કોના દ્વારા આવી અને મગફળીમાં કાંકરા તેમજ ધૂળ મિલાવટ માં કોણ કોણ સામેલ છે

તે અંગે અમારા દ્વારા જીણવટ ભરી રીતે તપાસ હાથ ધરાઈ રહી છે અને દરેક લોકોના નિવેદન વિડિઓ રેકોર્ડિંગ કરી લેવમાં આવી રહ્યા છે અને આ કાંડ માં સંડોવાયેલ એક પણ લોકોને છોડવામાં નહિ આવીમ …જે.એમ ભરવાડ ગઈકાલે ધરપકડ થયેલ ઓઇલ મિલ મલિક રાજેશ વડાળીયા તેમજ વિશાલ સખરેલીયા ને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ ની માંગણી કરાતા કોર્ટ દ્વારા ૯ દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.