Abtak Media Google News

કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. તેઓએ 23મીએ સવારમાં રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું.

ત્યારથી લઈને 24મીએ સાંજે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા ત્યાં સુધી અબતકની ટીમે તેઓની સાથે રહીને એ ટુ ઝેડ રિપોર્ટિંગ કર્યું હતું.

કેન્દ્રીય વન મંત્રીએ જંગલની બે વખત સફારી કરી હતી. ત્યારે પણ અબતકની ટિમે તેમની સાથે રહી રિપોર્ટિંગ કર્યું હતું. અને અબતક સાંધ્ય દૈનિકમાં તેનો વિશેષ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય વનમંત્રીએ પરત ફરતી વખતે રાજકોટ એરપોર્ટ ખાતે આ અહેવાલ નિહાળ્યો હતો. તેઓએ પ્રભાવિત થઈને અબતકને થેન્ક યુ કહી આભારની લાગણી પ્રગટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.