Abtak Media Google News

રર થી ૩૧ માર્ચ સુધી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમો: ૩૦મીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાજર રહી ધર્મલાભ લેશેભાગવત સપ્તાહ, ૧૦૮ કુંડી યજ્ઞ, વાહન રેલી, ડાયરો, ભજન સંઘ્યા, મહાપ્રભુજીના જીવન ચરિત્ર પરનું અદભુત નાટક વગેરે યોજાશે

રાજકોટના આંગણે આજથી વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી શ્રીનાથ ધામ હવેલી ઉદધાટન મહોત્સવ શરુ થઇ રહ્યો છે. તા.રર માર્ચ થી ૩૧ માર્ચ સુધી ચાલનારા આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ, ૧૦૮ કુંડી યજ્ઞ, ભવ્ય વાહનરેલી, ડાયરો, મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર અનભુત નાટક અને ભજન સંઘ્યા જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. રર માર્ચથી ર૯ માર્ચ સુધી જેજેશ્રીના અઘ્યક્ષ સ્થાને વકતા કિશોરચંદ્ર શાસ્ત્રીજીના મુખે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે નાના મવા મેઇન રોડ પર જયાં હવેલી આકાર લઇ રહી છે. તેની બાજુમાં બપોરે ૩ થી ૭ કલાક સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન રોજ સાંજે નીત નવીન કાર્યક્રમો યોજાશે.

જેમાં ૨૬ માર્ચના રોજ રાજુ ભટ્ટ એન્ડ ગ્રુપ દ્વારા શ્રીનાથજીના ભજનોની ઝાંખી જયારે ર૮ તારીખે રાત્રે લોકસાહિત્યકાર અનુભા ગઢવી, હાસ્ય કલાકાર તેજસભાઇ પટેલ અને સિંગર યોગિતા પટેલનો ડાયરો યોજાશે. આ ઉપરાંત ર૯ માર્ચના રોજ ૧૦૮ કુંડી પુરુષોતમ સહસ્ત્રનામ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાર બાદ ૩૦ માર્ચના રોજ રેસકોર્સ થી લઇ હવેલી સુધી ઠાકોરજીની ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  ર૦૦૦ થી વધુ વાહનો રેલીમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને જેજુની હાજરીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મહોત્સવ સભા એવં ભજન સંઘ્યા અને હવેલીમાં બિરાજમાન ઠાકોરજીના ચરણ સ્પર્શનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ જગ્યામા પ માળમાં બનેલી આ હવેલીમાં પ્રથમ વખત વૈષ્ણવ પરિવારો માટે પુષ્ટાવેલા ઠાકોરજીને પરિવાર બહાર ગામ જાય ત્યારે હવેલીમાં પધરાવવાની વ્યવસ્થા રાખેલ છે. જે કદાચ પ્રથમ વખત કરવામાં આવી છે.

આ હવેલીમાં શ્રીનાથજી પ્રભુ દ્વારકાધીશજી પ્રમુ, બાલકૃષ્ણ લાલજી, ગીરીરાજજી યમુનાજી, મહાપ્રભુજીના દિવ્ય સ્વરુપો બિરાજમાન થશે. ૩૧ માર્ચના રોજ સવારે ૭ કલાકે પંચામૃત દર્શન, અને બપોરે ૧૨.૩૦ કલાકે પાટોત્સવ અને નંદોત્સવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ રાત્રે ૮.૩૦ કલાકે રાજકોટના આંગણે સૌપ્રથમ વાર વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર અદભુત નાટકની નિશુલ્ક પ્રસ્તુતિ રાખવામાં આવેલ છે. આ સમગ્ર ૧૦ દિવસના ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પાટોત્સવમાં રાજકોટની સર્વધર્મપ્રેમી જનતાને પધારવા શ્રીનાથ ધામ હવેલી સમીતી કૃષ્ણસંસ્કાર વર્લ્ડ સમીતી તેમજ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન તરફથી ભાવ ભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. અદભુત કલાકારીગરી સાથે આકાર પામી રહેલી આ હવેલીના મુખ્ય સેવાથી બાન લેબ્સના મૌલેશભાઇ ઉકાણી છે જયારે ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથી તરીકે સેવાનો લાભ બેકબોન ગ્રુપના ઝાલાવડીયા પરીવારને પ્રાપ્ત થયો છે.

આ સમગ્ર ભગીરથ કાર્યને સફળ બનાવવામાં શ્રીનાથ ધામ હવેલીના પ્રમુખ મનસુખભાઇ ઝાલાવડીયા, ઉપપ્રમુખ પ્રવીણભાઇ કનેરીયા, હેમંતભાઇ પટેલ મહામંત્રી, રાકેશભાઇ દેરાઇ, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી મહામંત્રી, જગદીશભાઇ કોટડીયા કારોબારી કાલરીયા, રમેશભાઇ જીવાણી, અરવિંદભાઇ શાહ સ્વાગત પ્રમુખ રમેશભાઇ ધડુક, વીવાયઓ મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ શાહ, ઉપપ્રમુખ કિશોરભાઇભાલારા, નાથાભાઇ કાલરીયા, કોર્ડનેટર શૈલેષભાઇ ધાધરા, વીવાયઓ રાજકોટ પ્રમુખ મહેન્દ્રભાઇ ફળદુ, અને જીલ્લા પ્રમુખ જયેશભાઇ વાછાણી, સાથે હિતેશભાઇ ગોંઢા અને દિનેશભાઇ કાસુંદ્રા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ૧૦૮ કુંડી યજ્ઞના ભાગ લેવા તેમજ અન્ય કોઇપણ કાર્યક્રમમાં જોડાવવા અથવા તો સ્વયંસેવકો તરીકે સેવા આપતા હોઇ પણ વૈષ્ણવ પરિવારોને હવેલી કાર્યાલયનો અથવા તો મો. નં. ૭૨૨૬૯ ૯૭૬૬૧ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.