Abtak Media Google News

કહેવાય છે કે ને મન હોય તો માળવે જવાય… લોકો કામથી બચાવ માટે લાખો બહાના કાઢતા હોય છે. ત્યારે મહેનત અવશ્ય રંગ લાવે છે તેવું જ કંઇક સાબિત કરી બતાવ્યુ છે મુળ ભારતના અક્ષય રુપારેલીયાએ બહેરા માતા-પિતાના સંતાન અક્ષયે બ્રિટેનમાં એક વેબસાઇટ બનાવી જેના થકી લોકો પોતાના જમીન મકાન ઓનલાઇન વહેંચી શકે જે આજે યુ.કે.ની ૧૮મી સૌથી મોટી રિયલ એસ્ટેટ એજન્સી ફક્ત ૧૬ મહિનામાં બની ચુકી છે.

અક્ષયનું કહેવું છે કે અત્યાર સુધીમાં તેણે ૧૦૦ મિલિયન પાઉન્ડના રકમની પ્રોપર્ટી વહેંચી છે તેને સુસેક્સના એક વ્યક્તિએ પોતાનું મકાન વહેચવાની વાત કરી જે ઘણુ દુર હતું. ખુદ પોતાની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું. અને પૈસા પણ ન હતા કે લોકેશન પર જઇને મકાનના ફોટા પાડે. આ પ્રોપર્ટી તેને ૩ સપ્તાહમાં વહેચી કાઢી. આ ઓનલાઇન કં૫ની તેણે ૭૦૦૦ પાઉન્ડમાં ઉભી કરી હતી. જે અક્ષયે પોતાના સગા સંબંધી પાસેથી ઉધાર લીધા હતા. તો હાલ તેની કં૫ની ૧૨ લોકોનો સ્ટાફ ધરાવે છે. અક્ષયે પોતાની કં૫ની માટે એક કોલ સેન્ટર પણ ખોલ્યું છે તેના મત પ્રમાણે પોતાના મકાનનું વેચાણ કરવું સૌથી મોટો સોદો હોય છે. માટે તે આ કામને સરળ બનાવવાના હેતુથી આ વેબસાઇટ બનાવી હતી. ૧૯ વર્ષના ભારતીય યુવાનના વિચારો આ કં૫ની દ્વારા મહિલાઓ ખાસ કરીને માતાઓને સ્વનિર્ભર બનાવવાના છે. અક્ષયના ૫૭ વર્ષના પિતા કૌશિક રેનુકા બહેરા બાળકોના શિક્ષક છે. આ કંપનીની શરુઆત તેણે ખાલી ખિસ્સા સાથે શરુ કરી હતી આજે એક વર્ષ બાદ ૧૯ વર્ષનો ભારતીય યુવાન પોતાની એક મહિનાની બચતથી નવી કાર ખરીદવા સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.