Abtak Media Google News

૨૪ નવ યુગલે પ્રભૂતામાં પગલા પાડયાં 

વેરાવળ સમસ્ત વાંઝા જ્ઞાતિ સમાજ તથા અખિલ વાંઝા સમાજ આયોજિત ૧૩મો સમૂહ લગ્નોત્સવ સોમનાથ સાનિધયે ત્રીવેણી સંગમ સામે આવેલ શારદા મઠ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ૨૪ નવયુગ્લ પ્રભુતામાં પગલાં પાડયાં.

વેરાવળ વાંઝા જ્ઞાતિ સમાજના પ્રમુખ રમેશભાઇ વઢવાણા તેમજ અખિલ સમસ્ત વાંઝા જ્ઞાતિ સમાજના પ્રમુખ નવનીતભાઈ ગોહિલના,માજી પ્રમુખ લખુભાઈ બોરખતરીયા માર્ગ દર્શન હેઠળ આ સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું અને આ નવ યુગલ ને ધરની ચીજ વસ્તુઓ ૭૦ જેટલી વસ્તુઓ જ્ઞાતિજનો સમાજના દાતાઓ આગેવાનો દ્વારા ભેટ આપવામાં આવેલ.

7537D2F3 7

આમંત્રિત મહેમાનો માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અનિવાર્ય સંજોગો હાજરી આપી શકેલ નહિ પણ શુભ સંદેશ પાઠવેલ હતો. જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરિભાઇ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, તાલુકા ભાજપ પ્રમુખ હરદાભાઈ સોલંકી, સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ પટેલ લખમભાઈ ભેંસલા, પાલિકા પ્રમુખના પ્રતિનિધિ રાજુભાઈ સુયાણી, પૂર્વ પાલિકા પ્રમુખ જગદીશભાઈ બોબડી, રિતેસભાઈ ફોફડી, સામાજિક કાર્યકર જગમાલભાઇ વાળા, વિક્રમભાઈ પટાટ, પ્રમુખ હસમુખભાઇ ચુડાસમા અમદાવાદ ગાંધીનગર, પીએસઆઇ કેતનભાઈ વાઢેર તાલાળા,જગદીશભાઈ વાઢેર તાલાળા, ડી.જી.પરમાર, મૌવલિકભાઈ વૈયાટા,તેમજ જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ઉપલેટા, ગાંધીનગર, સુરત, મુંબઈ, જામનગર, સહિત ગુજરાત ભરમાંથી સમાજના દાતાઓ પ્રમુખો પ્રતિનિધિઓ જ્ઞાતિ ના યુવક મંડળ, જ્ઞાતિ ના મહિલા મંડળો તેમજ રાજકીય બિનરાજકીય મહેમાનો ઉપસ્થિતિ રહ્યા હતા અને મુમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

આ સમૂહ લગ્નોત્સવ સફર સંચાલન જ્ઞાતિ ના પ્રમુખ રમેશભાઇ વઢવાણા, ખજાનચી દીપકભાઈ વઢવાણા, સભ્ય વલભભાઈ વાઢેર,ડો. કેતનભાઈ ચાવડા, રમેશભાઈ વાધેલા, મોહનભાઈ ધેરવડા, રજનીભાઇ, અનિલભાઈ વધેલા, એડવોકેટ પ્રવીણભાઈ સિકોત્રારા, સુરેશભાઈ ચાવડા, સુરેશભાઈ ચાવડા, તેમજ હિંગળાજ યુવક મંડળના ચિરાગભાઈ બોરખરિયા,દીપેન વઢવાણા, તેજસ ચાવડા, અરવિંદભાઈ,દિનેશભાઈ, નિલેશભાઈ,હરેશભાઈ, ચેતનભાઈ, સહિતના સભ્યો એ સફર બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.