Abtak Media Google News

મચ્છુ -1 , ડેમી-1 અને ડેમ ઓવરફ્લો ચાલુ:તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક

ઉપરવાસ પડેલા સારા વરસાદને કારણે મોરબી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક ચાલુ રહેતા મચ્છુ-૧ ઓવરફ્લો થી રહ્યો છે તો મચ્છુ-૨ના ૯ દરવાજા ચાર ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા જોરદાર વરસાદ ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદને કારણે આજે ફરીથી મચ્છુ૧ ડેમ .૨૩ મીટર થી ઓવરફ્લો થી રહ્યો છે અને મચ્છુ૨ ડેમના ૯ દરવાજા ચાર ફુટ ખુલ્લા રાખવા પડ્યા છે જેને પગલે મચ્છુ નદીમાં ૨૨૦૦૦ કયુસેક પાણી આવી રહ્યું છે.

વધુમાં મચ્છુ૧ અને ૨ માંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા મચ્છુ૩ ડેમના છ દરવાજા ૪.૫ ફુટ ખોલવા પડ્યા છે જેમાંથી ૨૨૬૯૨ કયુસેક પાણી વહી રહ્યું છે.

જિલ્લાના અન્ય ડેમની સ્થિતિ જોઈએ તો ડેમી૧ ૦.૩૩ મીટરે ઓવરફ્લો ચાલુ છે.ડેમી૨ના ૧૧ દરવાજા ૫ ફુટ ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત ડેમી૩ ના ૭ દરવાજા ૩ ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.જયારે બ્રાહ્મણી ૧ ડેમ ૬ સેન્ટિમીટર ઓવરફ્લો ચાલુ છે અને બ્રાહ્મણી ૨ ડેમના  ૨ દરવાજા અડધો ફુટ ખુલ્લા રખાયા છે.

જયારે ઘોડાદ્રોઈ ડેમનો ‘૧ દરવાજો અડધો ફુટ ખુલો રાખવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.