Abtak Media Google News

ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવા છતાં નીલકંઠ વિદ્યાલયે સ્કુલ ચાલુ રાખતા કલેક્ટર લાલઘૂમ : નોટિસ ફટકારશે

મોરબીના  રાજપર કુંતાશી ગામ પાસે હજનાળી ગામ થી ૪ કીમી જામનગર હાઈ વે પર નિલકંઠ વિદ્યાલય ના ૩૫ વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલબસ કોઝ વે મા ખાબકી હતી જોકે સદનસીબે ગ્રામજનોએ મદદ કરતા તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

Img 20170727 Wa0012જાણવા મળતી વિગતો મુજ્બ આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની શાળાઓમાં ભારે વરસાદને પગલે રજા જાહેર કરી હોવા છતાં નીલકંઠ વિદ્યાલયે જિલ્લા કલેક્ટરશ્રીના હુકમથી ઉપરવટ જઈ શાળા ચલું રાખી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને લેવા માટે સ્કૂલબસ મોકલી હતી.આ પૈકી એક સ્કુલ બસ કુંતાશી નજીક હજનાળી ગામના કોઝવે માં ધસમસતા પ્રવાહ જતા હોવા છતાં નાણું પસાર કરવા જતા બસ પાણીમાં ગરક થી હતી.

સ્કુલ બસમાં ૩૫ વિદ્યાર્થી ભર્યા હોવા છતાં લાપર્વહ ડ્રાઈવરે પાણીના ધસમસતા પ્રવાહમાં બસ નાખતા બસ પાણીમાં તણાઈ હતી અને કોઝવે પથી પાણીમાં ગરક થી હતી

Img 20170727 Wa0011સદનસીબે  ઘટનાની જાણ ગ્રામજનોને થતા પ્રથમ ૧૦૦ નંબર મા કરી અને જાતમેળે બાળકો ને બચાવવા ના પ્રયાસો શરૂ કરી દિધા હતા જેમા ગ્રામજનો એ બસમા ફસાયેલ તમામ બાળકો ના જીવ બચાવી લીધા હતા.આ ગંભીર બનાવની જાણ જીલ્લા કલેકટર આઈ કે પટેલ ને થતા તેઓ લાલઘૂમ થયા છે અને શાળા બંધ રાખવાના આદેશનું ઉલ્લંઘન કરીબાળકોના જીવ જોખમમાં મુકવાનો પ્રયાસ કરનાર નીલકંઠ સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.