Abtak Media Google News

શહેરનાં મીલપરા વિસ્તારમાં રહેતા સગીરાના પિતાએ ગત તા. ૬-૪-૧૮ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૫ વર્ષની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની પોકસો એકટ કલમ મુજબની ફરિયાદ આપેલી હતી.

જેના અનુસંધાને ભકિતનગર પોલીસે તા. ૧૪-૪-૧૮ના રોજ રવિ સામતભાઈ કરથીયાને સગીરા સાથે પકડી પાડી તા. ૧૫-૪-૧૮ના રોજ આરોપીને સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપી વિ‚ધ્ધ આઈપીસીની કલમ ૩૭૬ તેમજ પોકસો એકટ ની કલમ નો ઉમેરો કરવામાં આવેલો.આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મૂકત થવા માટે જામીન અરજી સેશન્સ કોર્ટમાં ગુજારેલી હતી જે અન્વયે આરોપીનાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચૂકાદાઓને ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મૂકત કરવાનો હુકમ ફરમાવેલો છે.આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.