Abtak Media Google News

વડોદરામાં આદર્શ કન્યા શાળા (અ.જા.)નું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

વંચિત, પીડિત દરેક બાળકોને શિક્ષણોના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોંચી વળવા સજ્જ બનાવવાની નેમ છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદર્શ કન્યા શાળા (અ.જા.)નું ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા શહેરની ભાગોળે આવેલ દરજીપુરા  સ્થિત નવનિર્મિત આદર્શ નિવાસી ક્ધયા શાળા (અનુસૂચિત જાતિ) ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતુ.  ૧૦,૦૦૦ ચો.મી.ના પરિસરમાં રૂા.૭.૫૭ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ નિર્માણ પામેલ આ શાળામાં ધોરણ-૯ થી ૧૨ની અનુસૂચિત જાતિની ૧૬૦ જેટલી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઈ-લોકાર્પણ સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને રાજ્યમંત્રી વાસણભાઇ આહિર પણ આ લોકાર્પણમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ સામાજીક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત હરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોચી વળવા સજ્જ બનાવવાની નેમ વ્યકત કરી છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ૬૧.૭પ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૩ આદર્શ નિવાસી ક્ધયા શાળાઓ અને પાંચ ડો. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયોના ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ઈ- લોકાર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ કોરોના સામેનો જંગ પ્રજાના સાથ સહકારથી જીતવા માટેની પ્રતિબદ્ધતા દોહરાવતાં કહ્યું કે, રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાંઓથી રિકવરી રેઇટ ૭૦ ટકા જેટલો થયો છે અને મૃત્યુદર પણ ૪.૭ ટકા થઇ ગયો છે તેને વધુ નીચે લઇ જવો છે.

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે રાજ્યમાં પછાતવર્ગો, વિકસતી જાતિઓ, અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ, વિદ્યાર્થીઓ, દિકરીઓ માટે ઉચ્ચ અભ્યાસની સગવડ, વિદેશ અભ્યાસ સહાય અને પાયલોટ જેવા વ્યવસાય માટે પણ સહાય-પ્રેરણા મુખ્યમંત્રી ના સંવેદનશીલ અભિગમથી મળી રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે દરજીપુરા સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળા (અ.જા.) ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર જીગીશાબેન સેઠ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય, કલેકટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, આદર્શ નિવાસી શાળાના આચાર્યા ગાયત્રીબેન ભચેચ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.