Abtak Media Google News

રાજ્યની દરેક સરકારી કચેરીમા પૈસા ફેકો તમાસા દેખો જેવી સ્થિતી સજાઁઇ છે જ્યારે સરકારી કચેરીમા ચાલતા ભ્રષ્ટાચારના લીધે અનેક સરકારી બાબુઓની આવક સરકારી પગાર કરતા પણ બમણી થઇ છે તેવામા સુરેન્દ્રનગર જીલ્લાની DLOકચેરીમા પણ ભ્રષ્ટાચારના આક્ષેપોની બુમ ઉઠવા પામી છે.

જેમા સુરેન્દ્રનગર જીલ્લાની DLO કચેરીમા કેટલાક લોકો પોતાની જમીન માપણી માટેની વિગતો કઢાવવા માટે આવતા સરકારી નાયમો અનુશાર આ કચેરીમાથી કોઇપણ અરજદારને પોતાની જમીનની તમામ વિગતો અરજી કયાઁના બાદ 72 કલાકમા આપવી ફરજીયાત છે છતા પણ DLO કચેરીના અધિકારીઓ દ્વારા અરજદારોને પોતાની જમીનોની વિગત માટે ધક્કા ખવડાવે છે.

જેમા અહિ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરતા અરજદાર બળદેવભાઇ વાઘેલા દ્વારા જણાવાયુ હતુ કે સુરેન્દ્રનગરની DLO કચેરીમા હાલ એજન્ટ પ્રથા ચાલુ છે કચેરીની બહાર કેબીન નાખી બેઠેલા એજન્ટો દ્વારા અરજદારો પાસેથી રુપિયાની માંગ કરી તુરંત તમામ વિગતો આપવાની બાહેધરી લેવાય છે ત્યારે અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ધરાવતા આ એજન્ટ પ્રથા બંધ થાય તેવી માંગ કરી અરજદારોને જરુરિયાત પ્રમાણે કામગીરી કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.