Abtak Media Google News

કોલોરાડોમાં યુએસ એર ફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન જો બાઇડન સ્ટેજ ઉપર પડી ગયા

રાષ્ટ્રપતિ જો બાઇડન કોલોરાડોમાં યુએસ એર ફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન સ્ટેજ પર પડી ગયા હતા. વાસ્તવમાં, સર્ટિફિકેટ આપ્યા પછી, બાઇડન જેમ આગળ વધ્યા, તેમનો પગ સેન્ડબેગમાં ફસાઈ ગયો અને તે પડી ગયા. જો કે, જેવા તેઓ પડ્યા તરત જ તેમને એરફોર્સના અધિકારી તેમજ તેની યુએસ સિક્રેટ સર્વિસના બે સભ્યોની મદદ મળી હતી. તે ઝડપથી ઊભા થયા અને તેમની સીટ પર પાછા ગયા. ઉલ્લેખનીય છે કે, બાઇડનના પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ અનેક વખત બાઇડન પડ્યા હોવાની ઘટનાઓ સર્જાઇ છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડન પડી ગયા બાદ સ્વસ્થ છે. તેમણે સેંકડો કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. વ્હાઇટ હાઉસના સંચાર નિર્દેશક બેન લેબોલ્ટે ટ્વીટ કર્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે. હાથ મિલાવતી વખતે તે રેતીની થેલી સાથે અથડાઈને સ્ટેજ પર પડી ગયા હતા.

માહિતી અનુસાર, જે પ્લેટફોર્મ પર બાઇડન ઉભા હતા તેમની પાસે રેતીથી ભરેલી બેગ મૂકવામાં આવી હતી, જે વીડિયોમાં જોઈ શકાય છે. પડ્યા પછી ઉભા થઈને અમેરિકન રાષ્ટ્રપતિ કોઈપણ સહાય વિના તેમની બેઠક પર પાછા ગયા અને સમારંભ દરમિયાન ઉત્સાહિત દેખાતા હતા.

નોંધનીય છે કે, 80 વર્ષની ઉંમરે, બાઇડન પહેલાથી જ ઇતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રમુખ હોવા છતાં હજુ પણ 2024માં પ્રમુખ બનવાના પ્રયાસો કરી રહ્યા છે. હાલ તેઓની ઉંમરના કારણે તેઓ ફિટ નથી.  જો તે 2024માં ફરી જીતશે તો બીજી ટર્મના અંતે તે 86 વર્ષના હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.