ચોટીલા કોર્ટે ભડકાઉ નિવેદન આપનાર રાજ શેખાવતના જામીન ફગાવ્યા

આજથી ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્રારા અમરેલી એસ.પી. નિર્લીપ રોયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્રારા 16 જૂનના રોજ બપોરના ચાર કલાકે અમદાવાદ ખાતે થી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતને રાખવામાં આવ્યા છે.

પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે વહેલી સવારે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા’તા

ત્યારે ચાર માસ પહેલા ચોટીલાના સુરજદેવળ ખાતે કાંઠી સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં કાંઠી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે પ્રવચન દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અમરેલી પોલીસ અધ્યક્ષ નિર્લીત રોય વિરૂધ્ધમાં કરેલા વિવાદીત નિવેદનના કારણે સરકાર દ્રારા ખુદ સરકાર ફરીયાદી બની ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેના મામલે કાલે બપોરના સમયે અમદાવાદ ખાતેથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા અલગ-અલગ પોલીસ ટુકડી બનાવી અને અમદાવાદ ખાતેથી રાજ શેખાવતની અટકાયત કરી સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમના પાંચ દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં હાજર કર્યા હતા ત્યારે આજે વહેલી સવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાં દલીલો સાંભળી અને રાજ શેખાવતના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી તે ચોટીલા કોર્ટે નામંજૂર કરી છે જેને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

સુરેન્દ્રનગર સબ જેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ શેખાવતને હાજર કર્યા

ચોટીલા કોર્ટે જામીન અરજી નામંજૂર કરવામાં આવતા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી દ્વારા તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સબજેલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને રાખવામાં આવ્યા છે અને હવે આગળની પ્રોસેસ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરની સબજેલ ખાતે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને રખાશે

ચોટીલા કોર્ટે રાજ શેખાવતની જામીન અરજી નામંજૂર કરવામાં આવતા ચોટીલા કોર્ટમાંથી સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે તથા અન્ય સિટી પોલીસની મદદથી રાજ શેખાવતને સુરેન્દ્રનગર સબ જેલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ શેખાવતને જેલહવાલે કરવામાં આવતા કરણી સેનામાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાલે રાજ શેખાવત માટે જામીન અરજી મુકવાની શક્યતા

સુરેન્દ્રનગરના ચોટીલા કોર્ટ દ્વારા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે આજે વહેલી સવારે પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ચોટીલા ખાતે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમને હાજર કરવામાં આવ્યા હતા. ત્યાં તેમના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. પરંતુ ચોટીલા કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. તો કાલે વહેલી સવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાજ શેખાવતના વકીલ દ્વારા તેમની જામીન અરજી મૂકવામાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે.

બે દિવસ પહેલા રાજ શેખાવતના વકીલ દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ કરેલ મેસેજના કારણે તેમને જામીન ન મળ્યા હોવાની ચર્ચા

રાજ શેખાવતના આજે રિમાન્ડ પૂર્ણ થતા તેમને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ બે દિવસ પહેલા રાજ શેખાવતના વકીલ દ્વારા સોશિયલ મીડિયામાં થઇ અને પિક્ચરના ડાયલોગ બોલવામાં આવ્યા હતા. જેને લઇને ભડકાવ પ્રતિકૃતિના કારણે તેમને ચોટીલા કોર્ટ દ્વારા જામીન આપવામાં ન આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.